Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Congress : અખિલેશ યાદવ હાલ ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં, સપાએ કહ્યું- પહેલા સીટ વહેંચણીનો નિર્ણય કરો...

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ યાદવ હાલ રાહુલની ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં. સમાજવાદી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલા સીટ શેરિંગ પર નિર્ણય લેવામાં આવે. રાહુલ ગાંધીની આજની મુલાકાતના કારણે...
congress   અખિલેશ યાદવ હાલ ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં  સપાએ કહ્યું  પહેલા સીટ વહેંચણીનો નિર્ણય કરો

કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને મોટો આંચકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અખિલેશ યાદવ હાલ રાહુલની ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં. સમાજવાદી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે પહેલા સીટ શેરિંગ પર નિર્ણય લેવામાં આવે. રાહુલ ગાંધીની આજની મુલાકાતના કારણે અમેઠીના સપા કાર્યકરોને પણ કાર્યક્રમથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા સોમવારે અમેઠી પહોંચશે.

Advertisement

શું છે સમગ્ર મામલો?

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા સોમવારે અમેઠી અને મંગળવારે રાયબરેલી આવી રહી છે. સમાજવાદી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવ રાહુલની અમેઠી અથવા રાયબરેલીની મુલાકાતમાં હાજરી આપશે. પરંતુ અખિલેશની યાત્રામાં ભાગ લેવાની યોજના હજુ સુધી બની નથી. રાયબરેલી અને અમેઠીના સમાજવાદી પાર્ટીના જિલ્લા પ્રમુખોને હજુ તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું નથી.

From 2019 till now so many leaders left Congress

rahul gandhi

Advertisement

વિવાદ સીટોની સંખ્યાને લઈને છે...

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ (Congress) સાથે બેઠકની વહેંચણી નક્કી થયા બાદ જ અખિલેશની યાત્રામાં ભાગ લેવાની યોજના બનાવવામાં આવશે. સપા નેતાઓનું કહેવું છે કે આવતીકાલે બપોર સુધીમાં સીટની વહેંચણી થઈ જવાની આશા છે. સમાજવાદી પાર્ટી યુપીમાં કોંગ્રેસ (Congress)ને 15થી 16 સીટો આપવા તૈયાર છે પરંતુ કોંગ્રેસ (Congress) 21-22 સીટોની માંગ કરી રહી છે. વિવાદ સીટોની સંખ્યા તેમજ કેટલીક મુસ્લિમ પ્રભુત્વવાળી સીટો પર છે, જેના પર કોંગ્રેસ (Congress) અને સમાજવાદી પાર્ટી બંને લડવા માંગે છે. સમાજવાદી પાર્ટીને આશા છે કે સોમવારે બપોર સુધીમાં ગઠબંધનને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો : Kamal Nath : માત્ર એક-બે નહીં પણ આ 10 કારણોના લીધે કોંગ્રેસથી નારાજ છે કમલનાથ…!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.