Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJPનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન, અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

BJP's national convention: દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની બેઠકને આજે બીજો દિવસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક પણ કરવાના છે. આ બેઠક ભારત મંડપમમાં યોજાશે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે....
bjpનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન  અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

BJP's national convention: દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનની બેઠકને આજે બીજો દિવસ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ખાસ બેઠક પણ કરવાના છે. આ બેઠક ભારત મંડપમમાં યોજાશે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજરી આપશે.

Advertisement

આજની બેઠકને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે, ‘75 વર્ષમાં દેશે 17 લોકસભા ચૂંટણી, 22 સરકાર અને 15 પ્રધાનમંત્રીઓ દેખ્યા છે. દેશમાં દરેક સરકારે પોતાના સમયમાં સમયસર વિકાસ કરવાનો પ્રયાસ કર્યો. રંતુ આજે હું કોઈપણ મૂંઝવણ વિના કહી શકું છું કે સર્વાંગી વિકાસ, દરેક ક્ષેત્રનો વિકાસ અને દરેક વ્યક્તિના વિકાસનું કામ નરેન્દ્ર મોદીજીના 10 વર્ષના કાર્યકાળમાં જ થયું છે.

પહેલી વાર દેશનું ગૌરવ આખું વિશ્વ અનુભવી રહ્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી

અમિત શાહે વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ અને ભારતીય ગઠબંધન દ્વારા દલિતો, આદિવાસીઓ અને પછાત સમુદાયોનો વોટબેંક તરીકે ઘણો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પહેલીવાર ભાજપની મોદી સરકારે તેમને સન્માન અને ભાગીદારી આપવાનું કામ કર્યું. પહેલી વાર દેશનું ગૌરવ આખું વિશ્વ અનુભવી રહ્યું છે. દુનિયામાં ભારત લોકો ક્યાય પણ જાય, તો ત્યાના લોકો તેમને એવું જ કહે છે કે, તમે મોદીના ભારતમાંથી આવ્યા છો ને! દુનિયામાં ભારતની આ ઓળખ પ્રધાનમંત્રીએ અપાવી છે. નરેન્દ્ર મોદીએ માત્ર એક મહાન ભારતનું નિર્માણ કરવાની હિંમત જ એકઠી કરી એટલું જ નહીં પરંતુ તે સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે સામૂહિક પ્રયાસો કરવાનું મન પણ બનાવ્યું અને 2047 સુધીમાં સમગ્ર દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું.’

Advertisement

આગામી ચૂંટણીમાં બે પક્ષો આમને સામને હશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘હું ભાજપના કરોડો કાર્યકર્તાઓને કહેવા માંગુ છે કે, આગામી ચૂંટણીમાં બે પક્ષો આમને સામને છે. એક તરફ મોદીજીના નેતૃત્વમાં NDA નું ગઠબંધન છે અને બીજી તરફ કોંગ્રેસના નેતૃત્વમાં તમામ પરિવારવાદી પક્ષોનું ઘમંડી ગઠબંધન છે. આ ઘમંડી ગઢબંધન ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણની રાજનીતિનો ઉછેર કર્યો છે. ભાજપ અને એનડીએ ગઠબંધન રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંત પર આધારિત ગઠબંધન છે.’

Advertisement

મોદીજી ફરી દેશના પ્રધાનમંત્રી બનશેઃ અમિત શાહ

અમિત શાહે બીજેપી અધિવેશનને સંબોધિત કરતા વધુમાં કહ્યું કે, ‘દેશે ફરી એકવાર નક્કી કર્યું છે કે, મોદીજી ફરી દેશના પ્રધાનમંત્રી બનશે. દેશમાં જેટલી પણ સરકારો આવી તેણે પોતાના સમય પ્રમાણે વિકાસ માટે કામ કર્યું છે, પરંતુ મોદીજીના 10 વર્ષમાં સર્વાંગી વિકાસ થયો છે. ભારતના લોકો અને કોંગ્રેસ દ્વારા દલિતો અને આદિવાસીઓનો મત તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો વિકાસ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો: BJP ના રાષ્ટ્રીય અધિવેશનનો બીજો દિવસ, અમિત શાહ આજે કોંગ્રેસ વિરુદ્ધ ઠરાવ લાવશે

Tags :
Advertisement

.