Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભાજપનું મિશન 2024, વિધાનસભા ચૂંટણીને લઈ તૈયાર કર્યો ખાસ પ્લાન

2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં સારૂ પ્રદર્શન કરવા માટે બેચેન છે. 5 રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જીત મેળવવા ઈચ્છે છે, જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પોતાનું જુનુ પ્રદર્શન સુધારવા માટે લડાઈ લડી રહી છે,...
ભાજપનું મિશન 2024  વિધાનસભા ચૂંટણીને લઈ તૈયાર કર્યો ખાસ પ્લાન

2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં સારૂ પ્રદર્શન કરવા માટે બેચેન છે. 5 રાજ્યમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં જીત મેળવવા ઈચ્છે છે, જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં પોતાનું જુનુ પ્રદર્શન સુધારવા માટે લડાઈ લડી રહી છે, 3 રાજ્યમાં પાર્ટીના પ્રદર્શનથી લોકસભા ચૂંટણીની ધારણા જોડાયેલી છે, જેમાં ભાજપ અવ્વલ રહેવા ઈચ્છે છે.આ વર્ષે યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીમાં જીતવાને લઈને ભાજપના ટોચના નેતૃત્વનું બેચેન રહેવાનું એક મુખ્ય કારણ આ 5 રાજ્યમાં આવનારી લોકસભા ચૂંટણી 83 સીટ છે. આ લોકસભા સીટોમાંથી ભાજપની પાસે 65 સીટ છે, જ્યારે કોંગ્રેસની પાસે 6 લોકસભા સીટ છે, 5 રાજ્યની આ 83 સીટ પર ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કર થાય છે.

Advertisement

ભાજપની મુશ્કેલીનું કારણ બની શકે

જેમાં છત્તીસગઢની 11, મધ્યપ્રદેશની 29 અને રાજસ્થાનની 25 સીટ એવી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસ જ આમને-સામને લડી રહી છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની આ 65 સીટમાંથી 3 સીટ જ હાલ કોંગ્રેસ પાસે છે, જ્યારે 62 સીટ ભાજપના ખાતામાં છે, કોઈ પણ રીતે આ રાજ્યોમાં કોંગ્રેસની મજબૂતી 2024 લોકસભા ચૂંટણી માટે ભાજપની મુશ્કેલીનું કારણ બની શકે છે. આ કારણે ભાજપ કોઈ પણ ભોગે આ રાજ્યોમાં પોતાની સ્થિતિને વ્યવસ્થિત રાખવા માગે છે.હવે જે 5 રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, તેમાં વિધાનસભા સીટ દ્વારા ચૂંટણીનું ગણિત અને રણનીતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં કુલ 679 વિધાનસભા સીટમાં હાલ 217 સીટ ભાજપની છે, જ્યારે કોંગ્રેસની પાસે 286 સીટ છે એટલે કોંગ્રેસની પાસે ભાજપ કરતા 69 સીટ વધારે છે.

Advertisement

3 રાજ્યોમાંથી કોંગ્રેસને સાફ કરી દીધી હતી

જો 2018 વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણ જ રાજ્યોમાં કોંગ્રેસ જીતી ગઈ અથવા તો જીતના આંકડાની ખુબ જ નજીક રહી. કોંગ્રેસે છત્તીસગઢમાં 90માંથી 68, મધ્યપ્રદેશની 230માંથી 114 અને રાજસ્થાનના 200માંથી 100 સીટ જીતવામાં સફળ રહી. ત્યારે ચૂંટણી જીતીને મધ્યપ્રદેશમાં કમલનાથ, રાજસ્થાનમાં અશોક ગેહલોત અને છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ મુખ્યપ્રધાન બન્યા હતા પણ થોડા મહિના બાદ જ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપે આ રાજ્યોમાં જોરદાર વાપસી કરી હતી અને 3 રાજ્યોમાંથી કોંગ્રેસને સાફ કરી દીધી હતી.ઘણા ભાજપ નેતાઓનું માનવુ છે કે વિધાનસભા ચૂંટણીની અસર લોકસભા પર પડતી નથી. આવા નેતા પોતાના તર્કને મજબૂત બનાવવા માટે ડિસેમ્બર 2018 વિધાનસભા ચૂંટણીના પરિણામ અને માત્ર 5 મહિના બાદ મે 2019માં આ રાજ્યોમાં આવેલી લોકસભા ચૂંટણીના પરિણામ સાથે તુલના કરી રહ્યા છે.

Advertisement

સારી કોમ્યુનિકેશન સિસ્ટમ અને કોલ સેન્ટર્સ બનાવશે

ભાજપના ઘણા નેતાઓનું કહેવું છે કે 2019 લોકસભા ચૂંટણીની પરિસ્થિતિ એકદમ અલગ હતી અને રાષ્ટ્રવાદ અને દેશભક્તિથી ભરેલા વાતાવરણમાં ભાજપ અણધાર્યા પરિણામો મેળવવામાં સફળ રહ્યુ પણ આવું દર વખતે થવું સંભવ નથી. તેથી ભાજપનું ટોચનું નેતૃત્વ વિચારીને પગલા આગળ વધારી રહ્યું છે અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનને લઈ કોઈ પણ પ્રકારની કસર બાકી રાખવા ઈચ્છતુ નથી.આ ચૂંટણી યોજાનારા રાજ્યોમાં ચૂંટણીને ન્યૂટ્રલાઈઝ કરવાનો ભાજપે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આ રાજ્યોમાં બૂથ લેવલ પર માઈક્રો અને મેક્રો મેનેજમેન્ટ, બહારના રાજ્યોના નેતાઓને જિલ્લા અને વિધાનસભા સ્તર પર ડિપ્લોયમેન્ટ દરેક જાતિ અને વર્ગ પર કામ કરવા માટે સારી કોમ્યુનિકેશન સિસ્ટમ અને કોલ સેન્ટર્સ બનાવશે.ભાજપના સુત્રો જણાવી રહ્યા છે કે પાર્ટીની ચૂંટણીની કામગીરી આ અઠવાડિયાથી ઝડપી બનશે અને 20થી 22 ઓક્ટોબર સુધી ઉમેદવારોના નામ નક્કી કરીને પુરી તાકાત સુધી મેદાનમાં આવશે. ભાજપ નેતાઓ મુજબ પાર્ટી આગામી 30થી 40 દિવસની વચ્ચે જોરદાર એક્શન લેશે અને પ્રચાર કરીને કોંગ્રેસની દરેક રણનીતિને નિષ્ફળ બનાવશે.

આ પણ વાંચો -  Same-sex marriage : વાંચો, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની 10 મહત્વપૂર્ણ ટિપ્પણી

Tags :
Advertisement

.