Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NEET વિવાદ મામલે રાહુલ ગાંધી પર ભડકી BJP, રાજસ્થાનમાં પેપર લીકની અપાવી યાદ...

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે NEET પેપર લીક અને UGC NET પરીક્ષા રદ કરવાના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, PM મોદીની સરકાર પેપર લીક રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે....
neet વિવાદ મામલે રાહુલ ગાંધી પર ભડકી bjp  રાજસ્થાનમાં પેપર લીકની અપાવી યાદ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે NEET પેપર લીક અને UGC NET પરીક્ષા રદ કરવાના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી અને કેન્દ્ર સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, PM મોદીની સરકાર પેપર લીક રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. જો કે રાહુલની પ્રેસ બાદ ભાજપે હવે વળતો પ્રહાર કર્યો છે. ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ રાહુલ ગાંધીને રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દરમિયાન થયેલા પેપર લીકની યાદ આપવી છે.

Advertisement

રાજસ્થાન પેપર લીક પર રાહુલ મૌન હતા - સુધાંશુ

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ ખાતરી આપી છે કે, સરકાર NEET પરીક્ષાને લઈને સંપૂર્ણ રીતે સતર્ક અને સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે, સરકાર લાખો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થવા દેશે નહીં. NEET પેપર લીકમાં જે પણ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેમણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ લેવાદેવા નથીમ તેઓ માત્ર આ મુદ્દે પોતાનું રાજકારણ ચમકાવવા માંગે છે. રાજસ્થાનમાં પેપર લીક થયું હતું પરંતુ રાહુલ ગાંધીએ તેના પર એક પણ પ્રતિક્રિયા આપી નહતી.

Advertisement

શહેઝાદ પૂનાવાલાએ પણ રાહુલ પર આકરા પ્રહારો...

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ રાહુલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, માત્ર રાહુલ ગાંધી ત્રીજી વખત નિષ્ફળ ગયા તેનો અર્થ એ નથી કે તેમણે ગુજરાત અને મધ્યપ્રદેશના યુવાનોને કંઈક કહેવું જોઈએ. રાહુલે કહ્યું કે, ગુજરાત અને મધ્ય પ્રદેશ પેપર લીકના કેન્દ્રો છે, જો તમને કોઈપણ પરીક્ષામાં કોઈ સમસ્યા હોય તો તમે તેની ખામીઓ દર્શાવી શકો છો, પરંતુ PM મોદી સાથે તમારી કેટલીક અંગત સમસ્યાઓ હોવાને કારણે તમે યુવાનોને દોષી ઠેરવી રહ્યા છો. આટલો મોટો આક્ષેપ કરી રહ્યા છે. પૂનાવાલાએ કહ્યું કે પેપર લીકનું જો કોઈ કેન્દ્ર છે તો તે રાજસ્થાનમાં કોંગ્રેસ અને અશોક ગેહલોતની સરકાર છે.

આ પણ વાંચો : NEET : NHAI ગેસ્ટ હાઉસ સાથે તેજસ્વીનું શું છે કનેક્શન!, વિજય સિન્હાએ ખોલી ફાઈલો…

Advertisement

આ પણ વાંચો : NEET પર રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે…

આ પણ વાંચો : મુંબઈમાં Ice cream માંથી નીકળેલી આંગળીનો ભેદ ઉકેલાયો, જાણો… કોની હતી આંગળી

Tags :
Advertisement

.