Bihar : લગ્ન માટે ના પડતા યુવતીએ યુવકનો 'પ્રાઈવેટ પાર્ટ' કાપી નાખ્યો, વાંચો ખતરનાક કિસ્સો...
બિહાર (Bihar)ના સારણ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવકે લગ્ન કરવાની ના પાડતા બદલો લેવા એક યુવતીએ યુવક પર ઘાતકી હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ યુવક પર હુમલો કર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યા. મળતી માહિતી મુજબ, યુવતી અને યુવક બે વર્ષથી રિલેશનશિપમાં હતા.
Bihar | A woman attacked and cut the private parts of a man known to her when he refused to marry her after two years of being in a relationship, in Saran. The man has been referred to a local hospital in Patna for treatment. Case registered in the matter: Saran Police pic.twitter.com/BP37pou2G0
— ANI (@ANI) July 2, 2024
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, યુવતી અને યુવક 2 વર્ષથી રિલેશનશિપમાં હતા. જોકે, આ પછી યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી મહિલા ગુસ્સે થઈ ગઈ અને યુવક પર હુમલો કર્યો. હુમલામાં મહિલાએ યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો.
પોલીસે ગુનો નોંધ્યો હતો...
મહિલાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ યુવકને સારવાર માટે બિહારના (Bihar) પટનાની સ્થાનિક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. આ બાબતની નોંધ લેતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Heavy Rain : પહેલા આકરી ગરમી, હવે ભારે વરસાદ, મધ્ય ભારત અને હિમાલયમાં પૂર જેવી સ્થિતિનો ખતરો…
આ પણ વાંચો : Andhra Pradesh : રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી, આ ડેપ્યુટી CM એ પગાર લેવાની ના પાડી…
આ પણ વાંચો : “Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું”, CM યોગીએ કહ્યું – અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું…