BIG NEWS : ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલ તૂટી, 50-60 મજૂરો અંદર ફસાયા
ઉત્તરાખંડના ઉત્તરકાશીથી ખરાબ સમાચાર સામે આવ્યા છે, અહી નિર્માણાધીન એક ટનલ તૂટી ગઈ છે. આ અકસ્માતને કારણે 50-60 મજૂરો ટનલમાં ફસાયા છે, આ મજૂરોના જીવ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ કામદારોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જેસીબી મશીન વડે ટનલ ખોલવાના પ્રયાસો હાથ ધરાયા છે. મોડી રાત્રે સુરંગ તૂટી અને ત્યારથી મજૂરો તેમાં ફસાયા છે. આ અકસ્માત યમુનોત્રી નેશનલ હાઈવે પર થયો હતો.
તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટવાને કારણે થઈ હતી. દુર્ઘટનાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. જો કે હજુ સુધી કોઈના માર્યા ગયાના સમાચાર નથી. પરંતુ સુરંગમાં ફસાયેલા કામદારોનો જીવ જોખમમાં છે. તેનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસો ચાલુ છે.
કામદારોને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા
ઉત્તરાખંડ સરકાર અને વહીવટીતંત્રની ટીમો દ્વારા ઉત્તરકાશીમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કામદારોને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તેમને ઓક્સિજન સિલિન્ડર પણ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીના સમાચાર મુજબ તમામ કામદારો સુરક્ષિત છે.
6 દિવસ પહેલા પણ ટનલમાં અકસ્માત થયો હતો
તમને જણાવી દઈએ કે આજથી 6 દિવસ પહેલા એટલે કે 6 નવેમ્બરે ઉત્તરાખંડમાં વધુ એક અકસ્માત થયો હતો. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઇન પ્રોજેક્ટની એક ટનલમાં આગ ફાટી નીકળી હતી. તે સમયે સાઇટ પર 40 લોકો કામ કરી રહ્યા હતા. ચીફ પ્રોજેક્ટ મેનેજર અજીત સિંહ યાદવે જણાવ્યું હતું કે, આ ઘટના ટનલ નંબર 15માં બની હતી. સદનસીબે આગ લાગતાની સાથે જ તમામ લોકોને ટનલમાંથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા અને અકસ્માત ટળી ગયો હતો. તમામ લોકો આગમાંથી સલામત રીતે બચી ગયા હતા.
આ પણ વાંચો -- 130ની સ્પીડે પૂરઝડપે ચાલતી ટ્રેનમાં ઈમરજન્સી બ્રેક મારતા બે મુસાફરોના મોત, વાંચો અહેવાલ