Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tauqeer Raza: તૌકીર રઝાએ કર્યો જેલ ભરોનો હુંકાર, બરેલી શહેરમાં પથ્થરમારાનો માહોલ

Tauqeer Raza, Bareilly: ઉત્તર પ્રદેશના બરેલીમાં અત્યારે માહોલ બગડેલો છે. ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના પ્રમુખ મૌલાના તૌકીર રઝાએ જેલ ભરો આંદોલનનો હુંકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જુમ્મે કી નમાજ પછી બરેલીમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. એકવાર ફરી...
tauqeer raza  તૌકીર રઝાએ કર્યો જેલ ભરોનો હુંકાર  બરેલી શહેરમાં પથ્થરમારાનો માહોલ

Tauqeer Raza, Bareilly: ઉત્તર પ્રદેશના બરેલીમાં અત્યારે માહોલ બગડેલો છે. ઈત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના પ્રમુખ મૌલાના તૌકીર રઝાએ જેલ ભરો આંદોલનનો હુંકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જુમ્મે કી નમાજ પછી બરેલીમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. એકવાર ફરી તૌકીર રઝાએ વિવાદિત નિવેદન આપ્યું છે.જેથી બરેલીમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં. મૌલાનાએ કહ્યું કે, ‘જો અમારા પર કોઈ હુમલો કરશે તો જીવ લઈ લેશું .’

Advertisement

મૌલાનાએ જેલ ભરોનો કર્યો હુંકાર

તૌકીર રઝાએ એલાન કર્યું હતું કે, તેઓ આજે એટલે કે, શુક્રવારે નમાજ અદા કર્યા પછી સામૂહિક જેલ ભરોનો હુંકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, બરેલીમાં પોલીસ-પ્રશાસન અત્યારે હરકતમાં આવી ગયું છે અને કાર્યવાહી હાથ ધરી દીધી છે. બરેલીમાં અત્યારે ભારે તંજનો માહોલ સર્જાયો છે. તૌકીર રઝાએ નિવેદન આપતા કહ્યું કે, ‘હલ્દ્વાનીમાં ધમાલ કોણે કરાવી, અમારા ઘર પર બુલડોઝર ચલાવશો તો અમે શું કરીશું? અમે અમારી રક્ષા જાતે કરીશું, કોઈ બુલડોઝર સહન કરશે નહીં.’

શહેરના શ્યામગંજ વિસ્તારમાં થયો ઉપદ્રવ

મૌલાના નિવેદન બાદ બરેલીના બારાબદી પોલીસ સ્ટેશન વિસ્તારના શ્યામગંજ બજારમાં આ ઉપદ્રવ થયો હતો. અહીં નારાબાજી સાથે અહીં પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં અનેક લોકોને ઈજા પણ થઈ હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, દુકાનદારો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે બરેલીમાં જ્ઞાનવાપી પર ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ, બરેલી શરીફ વડા મૌલાના તૌકીર રઝાએ 'જેલ ભરો'નું આહ્વવાન કર્યું હતું.

Advertisement

પોલીસની લોકોને ઘરમાં રહેવા અપીલ

આ મામલે વિગતો આપતા જિલ્લા અધિકારી રવીન્દ્ર કુમારે કહ્યું કે, ‘હું લોકોને અપીલ કરૂ છું કે પોતાના ઘરમાં રહે. જો આવી કોઈ અન્ય ઘટના બને છે તો તે બાબતે વધારે માહોલ બગાડવો ના જોઈએ જેથી કાનૂની વ્યવસ્થા બગડે. જો તમારા ઘરની આસપાસ કોઈ ગરબડ હોય, તો સંભવ છે કે તમારા પરિવારના સભ્યોને પણ અસર થઈ શકે. ફરજ બજાવતા મેજીસ્ટ્રેટ અને પોલીસ કર્મચારીઓ દ્વારા ધર્મગુરુઓ દ્વારા લોકોને શાંતિ જાળવવા સતત અપીલ કરવામાં આવી હતી.’

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશના બરેલીમાં માહોલ બગડ્યો! પથ્થરમારામાં અનેક ઘાયલ, પ્રશાસન હરકતમાં

Tags :
Advertisement

.