Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AYODHYA : રામ મંદિર પરિસરમાં જ મોત, સુરક્ષામાં તૈનાત SSF જવાનને માથાના ભાગે વાગી ગોળી

AYODHYA : અયોધ્યા રામ મંદિર ખાતેથી હવે એક ચોંકાવવનારી ઘટના સામે આવી છે.રામ જન્મભૂમિ સંકુલમાં એક SSF જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે. આ ગોળી વાગતા જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ SSF રામ જન્મભૂમિની સુરક્ષા માટે...
ayodhya   રામ મંદિર પરિસરમાં જ મોત  સુરક્ષામાં તૈનાત ssf જવાનને માથાના ભાગે વાગી ગોળી
Advertisement

AYODHYA : અયોધ્યા રામ મંદિર ખાતેથી હવે એક ચોંકાવવનારી ઘટના સામે આવી છે.રામ જન્મભૂમિ સંકુલમાં એક SSF જવાનને શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગી છે. આ ગોળી વાગતા જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ SSF રામ જન્મભૂમિની સુરક્ષા માટે તૈનાત હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલ લઈ ગયા બાદ જવાનને ટ્રોમા સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યા આ SSF જવાનને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

Advertisement

રામ મંદિરના 150 મીટરના વિસ્તારમાં જ બની ઘટના

Advertisement

અયોધ્યા રામ મંદિરમાં સુરક્ષા માટે તૈનાત જવાનનું ગોળી વાગતા મોત થતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. આ ઘટના રામ મંદિરના 150 મીટરના વિસ્તારમાં જ બની હતી.આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હોવાનું સામે આવ્યું છે. શત્રુઘ્ન વિશ્વકર્મા આંબેડકર નગરના સન્માનપુર પોલીસ સ્ટેશનના કાજપુરા ગામનો રહેવાસી હતા.તેઓ વર્ષ 2019 ની બેચના હતા. તેઓ PSC માંથી SSF માં તૈનાત હતા. નોંધનીય છે કે, મંદિરની સુરક્ષા માટે SSF ફોર્સની રચના કરવામાં આવી છે.

Advertisement

જવાનને ગોળી કેવી રીતે વાગી તે અંગે હજી સ્પષ્ટતા સામે આવી નથી

આ જવાનને ગોળી વાગતા હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વધુમાં મુખ્ય વાત તો એ છે કે આ જવાનને ગોળી કેવી રીતે વાગી તે અંગે હજી સ્પષ્ટતા સામે આવી નથી.જવાનને ગોળી લગભગ સવારે 5 વાગ્યાના સમયે વાગી હતી.જવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યારે હવે આ રિપોર્ટ આવ્યા બાદ અને તપાસ બાદ જવાનના મોત પાછળનો ભેદ ઉકેલાશે.પોલીસે મૃતક સૈનિકના પરિવારજનોને આ અંગે જાણ કરી છે.હવે આગળ આ ઘટનામાં શું થશે તેનો જવાબ તો સમય સાથે જ મળશે.

આ પણ વાંચો : યોગી આદિત્યનાથને ચૂંટણી પહેલા હટાવવાની હતી સંપુર્ણ તૈયારી, પુસ્તકમાં થયો મોટો ઘટસ્ફોટ

Tags :
Advertisement

.

×