The Moon: આજે રાત્રે અચૂક જોજો..ચાંદા મામાનો અનોખો નજારો...
આજે રક્ષાબંધન છે અને આજે તમને અંતરિક્ષમાં નજારો જોવા મળી શકે છે. ખગોળીય દ્રષ્ટિએ આજે ફૂલ મૂન, સુપર મૂન અને બ્લૂ મૂન એક સાથે જોવા મળશે. આ સમગ્ર ઘટનાને સુપર બ્લૂ મૂન તરીકે ઓળખાય છે. ચાંદા મામા આજે તમને નવા...
Advertisement
આજે રક્ષાબંધન છે અને આજે તમને અંતરિક્ષમાં નજારો જોવા મળી શકે છે. ખગોળીય દ્રષ્ટિએ આજે ફૂલ મૂન, સુપર મૂન અને બ્લૂ મૂન એક સાથે જોવા મળશે. આ સમગ્ર ઘટનાને સુપર બ્લૂ મૂન તરીકે ઓળખાય છે. ચાંદા મામા આજે તમને નવા સ્વરુપમાં જોવા મળી શકશે. આવો નજારો કોઇ વાર જ જોવા મળે છે.
આજે ચંદ્ર 14 ટકા મોટો જોવા મળશે
સુપર મૂન હોય ત્યારે ચંદ્ર પૃથ્વી કરતાં 14 ટકા મોટો અને 30થી 35 ટકા વધુ તેજસ્વી દેખાય છે. ચંદ્ર પૃથ્વીની નજક હોય ત્યારે તેનું કદ અને તેજસ્વીતતા વધારે લાગે છે. 1979માં જ્યોતિષી રિચર્ડ નોલેએ સુપર મૂન શબ્દનો પ્રયોગ કર્યો હતો. ચંદ્ર પૃથ્વીની સૌથી વધુ નજીક હોય ત્યારે સુપર મૂન જોવા મળે છે. આજે પૃથ્વીથી ચંદ્ર 3.60 લાખ કિમી દુર હશે.
બે વખત પૂનમ હોવાથી બ્લૂ મૂનનો સંજોગ
સામાન્ય રીતે કોઇ એક મહિનામાં બે વાર પૂનમ આવે ત્યારે બ્લૂ મૂન તરીકે ઓળખવામાં આવે છે અને આ વખતે પણ બે વખત પૂનમ આવી છે જેથી બ્લૂ મૂનનો સંજોગ રચાયો છે. દર 2થી 3 વર્ષે બ્લૂ મૂનનો સંજોગ રચાય છે અને સાથે ફુલ મૂન જોવા મળશે.
સુપર બ્લૂ મૂનનો સંયોગ રચાયો
ભારતમાં બ્લૂ મૂન રાત્રે 9.30 વાગ્યા પછી જોઇ શકાશે. બ્રિટનમાં લોકો રાત્રે 8 વાગ્યાની આસપાસ અને અમેરિકામાં 8.37 વાગે જોવા મળશે. આજે ફુલ મૂનની સાથે સાથે સુપર મૂન અને બ્લૂ મૂન હોવાથી સુપર બ્લૂ મૂનનો સંયોગ રચાયો છે.