Arvind Kejriwal ને ન મળી રાહત, 1 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે, કોર્ટે ફરી ED ને સોંપ્યાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. ED એ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેના 6 દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હતા. આજે તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે તેના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા હતા. હવે તેને 1 એપ્રિલે સવારે 11.30 કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેજરીવાલ-ED જવાબ આપવામાં વિલંબ કરી રહ્યા છે...
અગાઉ, ED એ કેજરીવાલ (Arvind Kejriwal)ની વધુ સાત દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે, કેસ સાથે જોડાયેલા કેટલાક લોકો સાથે તેમનો સામનો કરવાની જરૂર છે. ED એ કહ્યું કે, મુખ્યમંત્રી કેજરીવાલ જવાબ આપવામાં વિલંબ કરી રહ્યા છે અને તેમના ડિજિટલ ઉપકરણોના પાસવર્ડ જાહેર કરી રહ્યા નથી. કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું કે, “એક્સાઈઝ પોલિસી કેસમાં ચાર સાક્ષીઓએ મારું નામ લીધું છે. શું CMની ધરપકડ કરવા માટે ચાર નિવેદનો પૂરતા છે? કેજરીવાલે આરોપ લગાવ્યો કે સરતચંદ્ર રેડ્ડીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને 55 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, મારી પાસે આના પુરાવા છે. ટ્રાન્ઝેક્શન સાબિત થયું છે કારણ કે તેણે (રેડ્ડી) ધરપકડ બાદ રકમ દાનમાં આપી હતી.
Delhi court extends custodial remand of Arvind Kejriwal till April 1 in excise policy case
Read @ANI Story | https://t.co/hAt24MzXFH#Delhi #ArvindKejriwal #ExcisePolicyCase pic.twitter.com/Q5oXeWuMdc
— ANI Digital (@ani_digital) March 28, 2024
આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાનું ખોટું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે - કેજરીવાલ
રેડ્ડી અરબિંદો ફાર્મા લિમિટેડના ડિરેક્ટર છે અને આ કેસમાં સરકારના સાક્ષી બનેલા સહ-આરોપીમાંથી એક છે. કેજરીવાલે (Arvind Kejriwal) કહ્યું કે આમ આદમી પાર્ટી ભ્રષ્ટ હોવાની ખોટી તસવીર દેશ સમક્ષ રજૂ કરવામાં આવી છે અને તેઓ ED ની તપાસનો સામનો કરવા તૈયાર છે. આ મામલામાં 21 માર્ચે AAPના રાષ્ટ્રીય કન્વીનરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોર્ટે તેમને 28 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. કેજરીવાલ (Arvind Kejriwal)ના વકીલ રમેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે CM તપાસમાં સહકાર આપવા માગે છે પરંતુ ED ના આધારે નહીં, જેના માટે એજન્સી તેમની કસ્ટડી વધારવાની વિનંતી કરી રહી છે.
#WATCH | Excise Case: Delhi CM Arvind Kejriwal says "This is a political conspiracy, the public will give an answer to this."
Delhi Court extended ED remand of Arvind Kejriwal till April 1. pic.twitter.com/iWONJzELGZ
— ANI (@ANI) March 28, 2024
રાજકીય ષડયંત્રનો જનતા જવાબ આપશે : કેજરીવાલ
કેસની સુનાવણી માટે જ્યારે કેજરીવાલ (Arvind Kejriwal)ને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે પત્રકારોને કહ્યું હતું કે, ‘આ એક રાજકીય કાવતરું છે.’ આ દરમિયાન દિલ્હી સરકારના પ્રધાનો આતિશી, ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ કોર્ટમાં હાજર હતા.મુખ્યમંત્રી તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર હતા. કેજરીવાલે કહ્યું, “આ એક રાજકીય કાવતરું છે. જનતા જવાબ આપશે.''
આ પણ વાંચો : લો બોલો! દારૂના નશામાં Pilot એ ઉડાવી ફ્લાઈટ, Air India એ બતાવ્યો બહારનો રસ્તો
આ પણ વાંચો : આચારસંહિતા લોકસભા ચૂંટણી-2024 Code of Conduct Lok Sabha Elections-2024
આ પણ વાંચો : લોકસભાની ચૂંટણીમાં ટિકિટ કપાતા સાંસદે ઝેર ગટગટાવ્યુ, ગુમાવ્યો જીવ