Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Andhra Pradesh : રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી, આ ડેપ્યુટી CM એ પગાર લેવાની ના પાડી...

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં તાજેતરમાં બનેલી ટીડીપી, જનસેના અને ભાજપની સરકાર સતત દાવો કરી રહી છે કે જગન રેડ્ડીની અગાઉની સરકારે રાજ્યની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી હતી. આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે હવે જાહેરાત કરી છે કે તેઓ તેમની...
andhra pradesh   રાજ્યની આર્થિક સ્થિતિ સારી નથી  આ ડેપ્યુટી cm એ પગાર લેવાની ના પાડી

આંધ્રપ્રદેશ (Andhra Pradesh)માં તાજેતરમાં બનેલી ટીડીપી, જનસેના અને ભાજપની સરકાર સતત દાવો કરી રહી છે કે જગન રેડ્ડીની અગાઉની સરકારે રાજ્યની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી હતી. આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે હવે જાહેરાત કરી છે કે તેઓ તેમની ઓફિસ માટે પગાર અને નવા ફર્નિચર સહિત કોઈ વિશેષ ભથ્થું નહીં લે. તેની પાછળ તેણે રાજ્યની નબળી આર્થિક સ્થિતિને ટાંકી છે.

Advertisement

ફર્નિચર પણ લેવાની ના પાડી...

સોમવારે નાયબ CM પવન કલ્યાણે કહ્યું કે ઓફિસના અધિકારીઓએ તેમને ઓફિસના રિનોવેશન અને નવા ફર્નિચરની ખરીદી વિશે પૂછ્યું હતું. જો કે પવને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. નાયબ CM કલ્યાણે કહ્યું કે કંઈ ન કરો અને છોડી દો. મેં તેમને કહ્યું કે નવું ફર્નિચર ન ખરીદો અને જો જરૂર પડશે તો હું જાતે લાવીશ.

Who is Andhra Pradesh Telugu Superstar and Deputy Chief Minister Pawan Kalyan's wife Anna Lezhneva

pawan kalyan

Advertisement

વિભાગ પાસે ભંડોળનો અભાવ છે – પવન કલ્યાણ

વાસ્તવમાં, પવન કલ્યાણે જણાવ્યું કે સચિવાલયના અધિકારીઓ ત્રણ દિવસ સુધી ગૃહમાં હાજર રહેવા માટે તેમના 35,000 રૂપિયાના પગાર સાથે સંબંધિત દસ્તાવેજો પર તેમની સહીઓ લેવા માટે ગૃહમાં આવ્યા હતા. પરંતુ પવને કહ્યું કે હું પગાર નહીં લઈ શકું. તેમણે કહ્યું કે પંચાયત રાજ વિભાગ પાસે પૂરતા ભંડોળનો અભાવ છે, જેના કારણે તેમણે પગાર લેવાનો ઇનકાર કર્યો હતો.

કલ્યાણ પંચાયતી રાજ વિભાગના મંત્રી છે...

તમને જણાવી દઈએ કે પવન કલ્યાણની પાર્ટીએ વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં પોતાની તમામ સીટો જીતી હતી. આવી સ્થિતિમાં તેમને ડેપ્યુટી CM નું પદ મળ્યું છે. સોમવારે તેઓ કલ્યાણ પેન્શન વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. કલ્યાણ પંચાયતી રાજ વિભાગના મંત્રી પણ છે.

Advertisement

આ પણ વાંચો : “Rahul Gandhi નું નિવેદન જુઠ્ઠાણાનું પોટલું”, CM યોગીએ કહ્યું – અયોધ્યામાં કરોડોનું વળતર અપાયું…

આ પણ વાંચો : રાહુલ ગાંધીના હિંદુઓ પર નિવેદન બાદ હવે સંત સમાજમાં પણ નારાજગી

આ પણ વાંચો : લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદન પર હોબાળો, મોદી, શાહ બાદ નડ્ડાએ ઉઠાવ્યો વાંધો

Tags :
Advertisement

.