Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Achrya Pramod Krushnam - બ્રાહ્મણ હોવું એ કોઈ અભિશાપ છે શું ?

લોકસભા ચૂંટણી 2024 ને લઈને નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે પૂર્વ કોંગ્રેસી નેતા અને કલ્કિ પિઠાધિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Achrya Pramod Krushnam)ના એક નિવેદને ફરી ચર્ચા જગાવી છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ ફરી એક વાર...
achrya pramod krushnam   બ્રાહ્મણ હોવું એ કોઈ અભિશાપ છે શું

લોકસભા ચૂંટણી 2024 ને લઈને નેતાઓ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે ત્યારે આ વચ્ચે પૂર્વ કોંગ્રેસી નેતા અને કલ્કિ પિઠાધિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Achrya Pramod Krushnam)ના એક નિવેદને ફરી ચર્ચા જગાવી છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ ફરી એક વાર કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ( Mallikarjun Kharge) પર ક્ટાક્ષ કર્યો હતો. આ સાથે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ એ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો એક વિડીયો શેયર કરતાં કહ્યું કે, બ્રાહ્મણ હોવું એ કોઈ અભિશાપ છે શું ?

Advertisement

હવે મનુ સ્મૃતિની નિંદા કરવાનું શરૂ કરી દીધું

કલ્કિ પિઠાધિશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ પોતાના X પર કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો એક વિડીયો શેયર કરતાં પોસ્ટ લખી ‘ હવે મનુ સ્મૃતિની નિંદા કરવાનું શરૂ કરી દીધું,આખરે તમે ઈચ્છો છો શું ? બ્રાહ્મણ હોવું અભિશાપ છે શું ? આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ ખડગેના વિડિયોને શેયર કર્યો છે જેમાં તેઓએ કહયું છે કે, આ બહુ જ મહત્વપૂર્ણ ચૂંટણી છે,આ દેશના ભવિષ્યને બનાવવાની ચૂંટણી છે.આ દેશમાં દલિત, તરછોડાયેલા,આદિવાસી,ગરીબ અને ખેડૂતોને બચાવવાની ચૂંટણી છે.હવે જો તેમાં ભૂલ રહી ગઈ તો દેશમાં બંધારણનું રાજ બંધ થઈ જશે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેનો જે ઈડિયો શેયર કર્યો છે તે રાયબરેલીની ચૂંટણી સભાનો છે. આ ચૂંટણી સભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું કે, ‘રાહુલ ગાંધી રાયબરેલીના સિંહ છે.ગરીબો માટે લડતા સિપાહી છે. રાયબરેલીને ફિરોઝ ગાંધીથી લઈને ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી બધાએ સંભાળ્યું છે અને હવે રાહુલ સંભાળી રહ્યા છે. તેઓ કહે છે કે, રાયબરેલી અમારી કર્મભૂમિ છે,અમે અહીંથી જ લડીશું અને અહીના લોકોનું માર્ગદર્શન કરીશું.’

Advertisement

આ પહેલીવાર નથી કે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ (Achrya Pramod Krushnam)એ કોંગ્રેસને લઈને આવા પ્રકારનું નિવેદન આપ્યું હોય. જ્યારે તેઓ ખુદ કોંગ્રેસમાં હતા ત્યારે  પણ આવા સ્ફોટક નિવેદનથી ચર્ચામાં રહેતા હતા. કોંગ્રેસે તેમના પર કાર્યવાહી કરતાં 6 વર્ષ માટે પાર્ટીમાથી નિષ્કાસિત કર્યાં. ત્યાર પછીથી આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પર સતત હુમલાઓ કરી રહ્યા છે

આ પણ વાંચો- BJP : સ્વાતી માલીવાલ સાથે મારપીટ કરનાર…

Advertisement

Advertisement

.