Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહીં બચી શકે Deepfake ના આરોપીઓ, સરકારે બનાવ્યો કડક કાયદો! આ તારીખે થશે...

Deepfake: ડીપફેકના અત્યારે ઘણા લોકો શિકાર થઈ રહ્યા છે. બોલીવુડ સેલેબ્સ અને રાજકારણીઓ સહિત ક્રિકેટર પણ તેનો અત્યારે શિકાર થઈ રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા જ સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ક્રિકેટરે પોસ્ટ શેર કરીને આ...
નહીં બચી શકે deepfake ના આરોપીઓ  સરકારે બનાવ્યો કડક કાયદો  આ તારીખે થશે

Deepfake: ડીપફેકના અત્યારે ઘણા લોકો શિકાર થઈ રહ્યા છે. બોલીવુડ સેલેબ્સ અને રાજકારણીઓ સહિત ક્રિકેટર પણ તેનો અત્યારે શિકાર થઈ રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા જ સચિન તેંડુલકરનો ડીપફેક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ક્રિકેટરે પોસ્ટ શેર કરીને આ મામલે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. તો હવે આ મામલે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.

Advertisement

સરકાર જાહેર કરશે હવે નવા આઈટી એક્ટ

ઉલ્લેખનીય છે કે, સરકાર આવતા 7થી 8 દિવસની અંદર આ મામલે આઈટી એક્ટના નવા નિયમો જાહેર કરવાની છે. મળતી વિગતો પ્રમાણે નવા આઇટી નિયમો પ્રમાણે, ડીપફેકના આરોપીઓ વિરૂદ્ધ નવા આઈટી નિયમો અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.

7 થી 9 દિવસમાં આવી જશો નવો કાયદો

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મંગળવારે કહ્યું હતું કે, સરકાર આવતા 7થી 8 દિવસોમાં સંશોધિત આઈટી નિયમો જાહેર કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે, સરકાર ડીપફેક માટે અલગ અલગ પ્લેટફોર્મથી સંલગ્ન ‘જોડાયેલી પ્રતિક્રિયા’ જોયા બાદ આ નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આઈટી અને ઇલેક્ટ્રોનિક્સ રાજ્ય મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આગામી સાતથી આઠ દિવસોમાં આ મામલે નવા સંશોધિત નિયમો જાહેર કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: PM મોદી અને રસ્મિકા બાદ સચિનનો બન્યો DEEP FAKE વીડિયો, ક્રિકેટરે વ્યક્ત કર્યો ગુસ્સો

ડીપફેક મામલે કાર્યવાહી થવી જરૂરી

મંત્રીએ આ મામલે વધારે જાણકારી આપતા કહ્યું કે, ‘અમે તમામ મધ્યસ્થો સાથે બે ભાગોમાં ચર્ચા કરી છે. જોકે આ મામલે જે નિયમો છે તેનો યોગ્ય અમલ ના થવાના કારણે જ આવા પરિણામો આવી રહ્યો છે.’ ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યારે ડીપફેકના ઘણા કેસો સામે આવી રહ્યા છે.જે અત્યારે ઘણો ચિંતાનો વિષય છે. આ મામલે કાર્યવાહી થવી જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.