Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Abortion Law in India: ગર્ભપાતને લઈને ભારતમાં કેવો છે કાયદો? જાણો સંપૂર્ણ વિગત

Abortion Law in India: વિશ્વભર દેશોમાં અત્યારે ગર્ભપાતને લઈને કાયદાઓ બની રહ્યાં છે. ફ્રાન્સમાં તો ગર્ભપાતને કાનૂની રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો ભારતની વાત કરવામાં આવે તો દર વર્ષે હજારોની સંખ્યામાં ગર્ભપાત કરવામાં આવે છે. જેમાંથી ઘણા...
abortion law in india  ગર્ભપાતને લઈને ભારતમાં કેવો છે કાયદો  જાણો સંપૂર્ણ વિગત

Abortion Law in India: વિશ્વભર દેશોમાં અત્યારે ગર્ભપાતને લઈને કાયદાઓ બની રહ્યાં છે. ફ્રાન્સમાં તો ગર્ભપાતને કાનૂની રીતે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જો ભારતની વાત કરવામાં આવે તો દર વર્ષે હજારોની સંખ્યામાં ગર્ભપાત કરવામાં આવે છે. જેમાંથી ઘણા કેસો એવા પણ છે જેમાં ગેરકાનૂની રીતે ગર્ભપાત કરવામાં આવે છે. તમારી જાણકારી માટે કે, ભારતમાં ગર્ભપાતને ‘મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ 1971’ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ભારતમાં માત્ર રજિસ્ટર્ડ ડોક્ટરો અમુક શરતોને ધ્યાનમાં રાખીને ગર્ભપાત કરી શકે છે.

Advertisement

ગર્ભપાત કરવાનો અધિકાર કોણ આપે છે?

કાયદાકીય રીતે જોવામાં આવે તો જો ગર્ભાવસ્થાના કારણે કોઈ મહિલાને માનસિક કે શારીરિક સ્વાસ્થ્ય સાથે કોઈ હાનિ કે જીવનું જોખમ હોય તો ગર્ભપાત કરવાની છૂટ આપવામાં આવે છે. વધુમાં વાત કરવામાં આવે તો જો ગર્ભમાં રહેલા બાળકને મજગ સાથે જોડાયેલ કોઈ ગંભીર બીમારીની આશંકા જણાય તો પણ ગર્ભપાત કરાવી શકાય છે. જો ડૉક્ટરને લાગે છે કે ડિલિવરી દરમિયાન મહિલાને શારીરિક અસાધારણતા હશે, તો તેને ગર્ભપાત કરવાનો અધિકાર આપવામાં આવે છે.

સુપ્રીમ કાર્ટે 2022 આપ્યો હતો એક ચૂકાદો

આ સાથે જો ગર્ભનિરોધક લેવા છતા પણ જો મહિલ ગર્ભવતી થઈ જાય તો કાનૂની રીતે તેને ગર્ભનિરોધકની નાકામીનું પરિણામ માનવામાં આવે છે, અને આવા સંજોગોમાં મહિલાને ગર્ભપાત કરાવવાનો અધિકાર આપવામાં આવે છે. તેની સાથે સાથે સુપ્રીમ કાર્ટે 2022 માં એક ચુકાદો આપ્યો હતો કે, કોઈ અવિવાહિત મહિલાને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવવાનો પણ અધિકાર આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, રેપના કારણે કોઈ મહિલા ગર્ભવતી થઈ હોય તો 24 અઠવાડિયા સુધીનો ગર્ભપાત કાયદેસર રીતે માન્ય ગણવામાં આવે છે.

Advertisement

ગર્ભપાત માટે મહિલાની મંજૂરી હોવા અનિવાર્ય

તમને જણાવી દઈએ કે, આ ગર્ભપાત માત્ર અમુક કાનૂની રીતે નિર્ધારિત જગ્યાઓ પર કરાવી શકાય છે. કાયદાકીય રીતે વાત કરવામાં આવે તો ગર્ભપાત માત્રને માત્ર માહિલાની મરજી હોય ત્યારે કરવામાં આવે છે. તેમાં મહિલાના પતિ, સાથી કે, પરિવારના કોઈ પણ સભ્યના કહેવાથી ક્યારેય ગર્ભપાત કરાવી શકાતો નથી અને જો કરવામાં આવે તો તેને ગેરકાનૂની માનવામાં આવે છે અને તેમા સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. અપવાદો માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના અને માનસિક રીતે વિકલાંગ લોકો માટે હતા. બંને જૂથોને તેમના વાલીઓની સંમતિની જરૂર હતી. વધુમાં, મહિલાના ગોપનીયતાના અધિકારનું સ્પષ્ટપણે રક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: France Abortion Rights: ફ્રાંસનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને ગર્ભપાત કરવાનો બંધારણીય અધિકાર આપ્યો
આ પણ વાંચો: CBI ની સાત શહેરોમાં રેડ! 41,000 ખાતામાંથી થઈ 820 કરોડની હેરાફેરી
Advertisement
Tags :
Advertisement

.