Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Forgery signature case: AAP ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ

નકલી સહી કેસ (Forgery signature case)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ને રાજ્યસભા (Rajya Sabha )માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  ગૃહમાં...
forgery signature case  aap ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેન્ડ
Advertisement
નકલી સહી કેસ (Forgery signature case)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party )ના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)ને રાજ્યસભા (Rajya Sabha )માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ રાજ્યસભામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  ગૃહમાં તેમના વર્તનને સૌથી નિંદનીય વર્તન તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
રાઘવ ચઢ્ઢાના વર્તનને અત્યંત નિંદનીય ગણાવ્યું છે.
રાઘવ વિરુદ્ધ ઠરાવ રજૂ કરવામાં આવી રહ્યો છે. રાઘવ ચઢ્ઢાના વર્તનને અત્યંત નિંદનીય ગણાવ્યું છે. રાજ્યસભામાં બીજેપી સાંસદ પીયૂષ ગોયલે રાઘવ ચઢ્ઢાના કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે, જે રીતે સભ્યની જાણ વગર તેમનું નામ યાદીમાં મૂકવામાં આવ્યું છે, તે ઘણું ખોટું છે.
સંજય સિંહ-રાઘવ ચઢ્ઢાનું વર્તન અત્યંત નિંદનીય છે
પીયૂષ ગોયલે વધુમાં કહ્યું કે બાદમાં રાઘવ ચઢ્ઢા બહાર ગયા અને કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી અને તે આ બાબતે ટ્વિટ પણ કરતા રહ્યા. જ્યાં સુધી વિશેષાધિકાર ભંગનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન ચાલુ રહેશે.
સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા
સંજય સિંહે જે રીતે વર્તન કર્યું તે પણ અત્યંત નિંદનીય છે. સસ્પેન્શન બાદ પણ તેઓ ગૃહમાં બેસી રહ્યા. જેના કારણે ગૃહની કાર્યવાહી પણ સ્થગિત કરવી પડી હતી. આ ખુરશીનું અપમાન છે. સંજય સિંહ અત્યાર સુધીમાં 56 વખત વેલમાં આવી ચુક્યા છે, જે દર્શાવે છે કે તેઓ ગૃહની કાર્યવાહી ખોરવવા માંગે છે. રાજ્યસભાની વિશેષાધિકાર સમિતિનો રિપોર્ટ આવે ત્યાં સુધી સંજય સિંહ સસ્પેન્ડ રહેશે.
Tags :
Advertisement

.

×