Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jay Shree Ram ના નારા સાથે ભગવાન રામની લંડનમાં નીકળી શોભાયાત્રા

Jay Shree Ram : જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે નજીક આવી ગઇ છે. જીહા, આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા (Ayodhya) માં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ (Prana Pratistha ceremony) યોજાવાનો છે....
jay shree ram ના નારા સાથે ભગવાન રામની લંડનમાં નીકળી શોભાયાત્રા

Jay Shree Ram : જે ઘડીની ભારતીયો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે હવે નજીક આવી ગઇ છે. જીહા, આવતી કાલે એટલે કે 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા (Ayodhya) માં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ (Prana Pratistha ceremony) યોજાવાનો છે. જેને લઈને ઠેર ઠેર રામયાત્રા નીકળી રહી છે. ત્યારે દેશ સાથે વિદેશમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

Advertisement

બ્રિટનમાં કાર રેલીનું આયોજન

ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે બ્રિટનમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં હિંદુ પરપ્રાંતીયોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર રેલીમાં 325થી વધુ કારોએ ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર રેલી પશ્ચિમ લંડનના કોલિયર રોડ પર આવેલા ધ સિટી પેવેલિયનથી શરૂ થઈ હતી. આ યાત્રા પૂર્વ લંડનમાંથી પસાર થઇ હતી. રેલી દરમિયાન, સહભાગીઓએ જય શ્રી રામ (Jay Shree Ram) ના નારા લગાવ્યા હતા અને ભગવાન રામની સ્તુતિ કરતા ભજન પણ વગાડ્યા હતા. સાંજે મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

લંડનમાં વસતા ભારતીયોના મનમાં આજે પણ છે રામ

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર (Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે વિશ્વના તમામ દેશોમાં મોટી તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઇને લંડન (London) શહેર પણ રામમય બની ગયું છે. લંડનમાં વસતા ભારતીયોએ અયોધ્યામાં 22 જાન્યુઆરી યોજાનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઇને ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે અહીંની બહેનોએ રામ આયેગે તો અંગના સજાઉગું ના ગીતો ગાઇને વાતાવરણને રામમય બનાવ્યું હતું. ભારતની બહાર પણ પોતાના કલ્ચરને જીવંત રાખનારા આ ભારતીયો ગર્વથી લંડનના રસ્તાઓ પર જય શ્રી રામ (Jay Shree Ram) ના નારા સાથે નીકળ્યા હતા. આ દરમિયાન એક કારમાં ભગવાન રામનો ફોટો પણ જોવા મળ્યો હતો.

Advertisement

અમેરિકાના હ્યુસ્ટનમાં ભગવાન શ્રી રામના સારને દર્શાવતું ભવ્ય બિલબોર્ડ

એવું નથી કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ખુશી માત્ર લંડનમાં જોવા મળી છે, અમેરિકામાં પણ વસતા ભારતીયોએ આ દિવસને ખાસ બનાવવા માટેની તૈયારીઓ કરી છે. અમેરિકાના સેંકડો મંદિરોમાં પવિત્રતાની ઉજવણી માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. મંદિરોમાં પૂજા, ભજન-કિર્તનથી લઈને ભંડારા સુધીની વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. અમેરિકા સ્થિત તમામ હિંદુ મંદિરોએ આગામી સપ્તાહે અયોધ્યાના રામ મંદિરમાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીની તૈયારીઓ કરી લીધી છે. અમેરિકાના હ્યુસ્ટનમાં ભગવાન શ્રી રામના સારને દર્શાવતું ભવ્ય બિલબોર્ડ લગાવવામાં આવ્યું છે, જે હજારો વાહનચાલકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. આ બિલબોર્ડ 300 ફૂટ ઊંચું છે જેના પર મંદિરના ઉદ્ઘાટન વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. લીવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનના ડો. કુસુમ વ્યાસ, ગ્રીન કુંભ યાત્રા અને સેવ રામ સેતુ અભિયાનના સ્થાપક દ્વારા બિલબોર્ડ પ્રોજેક્ટ ડિઝાઇન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો - શ્રી રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ના દિવસે PM Modi શું કરશે? આ રહી સંપૂર્ણ વિગત

આ પણ વાંચો - Ram Lalla: રામ લલ્લાની જૂની મૂર્તિના દર્શન પર લાગી રોક, પ્રાણ પ્રતિષ્ઠાને માત્ર 24 કલાક બાકી

આ પણ વાંચો - 114 કળશના જળથી Shree Ram કરશે સ્નાન, પ્રાણ પ્રતિષ્ઠાને હવે એક દિવસ બાકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.