Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

50 ટકા ચાંદી, 33 ગ્રામ વજન... આવો હશે 75 રૂપિયાનો સિક્કો...

દેશને આઝાદીના 75 વર્ષ બાદ નવા સંસદ ભવનની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે સંસદમાં સેંગોલની સ્થાપના કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડશે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની યાદમાં બહાર...
50 ટકા ચાંદી  33 ગ્રામ વજન    આવો હશે 75 રૂપિયાનો સિક્કો

દેશને આઝાદીના 75 વર્ષ બાદ નવા સંસદ ભવનની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ ધાર્મિક વિધિ સાથે સંસદમાં સેંગોલની સ્થાપના કરી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 રૂપિયાનો સિક્કો પણ બહાર પાડશે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનની યાદમાં બહાર પાડવામાં આવતા સિક્કાનું વજન 33 ગ્રામ હશે.

Advertisement

એવું કહેવામાં આવે છે કે, આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ-ઝિંકના મિશ્રણથી તૈયાર કરવામાં આવ્યો છે. PM મોદી દ્વારા રજૂ કરવામાં આવેલા 75 રૂપિયાના સિક્કામાં નવા સંસદ ભવનનું ચિત્ર હશે અને આ ચિત્રની નીચે વર્ષ 2023 લખેલું હશે. આ સિક્કાઓ પર અશોક સ્તંભ દોરવામાં આવશે.

Advertisement

તમને જણાવી દઈએ કે, આ પહેલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાની વિધિ સવારથી જ શરૂ થઈ ગઈ હતી. તમિલનાડુના અધ્યાનમ સંતોએ તમામ વિધિઓનું પાલન કર્યા બાદ સેંગોલ પીએમ મોદીને સોંપ્યું. પીએમ મોદીએ તેને સંસદ ભવનમાં સ્થાપિત કર્યું. આ પછી પીએમ મોદીએ નવું સંસદ ભવન દેશને સમર્પિત કર્યું.

આ પણ વાંચો : LIVE : PM મોદીએ કર્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, તમામ ધર્મના ગુરુઓએ કરી પ્રાર્થના

Advertisement

Tags :
Advertisement

.