Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીકાકારોને નર્મદા નિગમનો જવાબ, ક્યારે-કેમ પાણીનો સંગ્રહ કર્યો, કેમ છોડવું પડ્યું તેનું વર્ણન કર્યુ

નર્મદા ડેમમાં પાણી છોડવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે કરેલા આક્ષેપોનો સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખુબજ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી જવાબ આપવામાં આવ્યો છે.. જેમાં નિગમે  તમામ પરિસ્થિતિમાં કઇ રીતે ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કામ કર્યુ તે જણાવવામાં આવ્યું...
ટીકાકારોને નર્મદા નિગમનો જવાબ  ક્યારે કેમ પાણીનો સંગ્રહ કર્યો  કેમ છોડવું પડ્યું તેનું વર્ણન કર્યુ
નર્મદા ડેમમાં પાણી છોડવા મુદ્દે ગુજરાત કોંગ્રેસે કરેલા આક્ષેપોનો સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખુબજ ઉંડાણપૂર્વક અને ગંભીરતાથી જવાબ આપવામાં આવ્યો છે.. જેમાં નિગમે  તમામ પરિસ્થિતિમાં કઇ રીતે ઓછામાં ઓછુ નુકસાન થાય તે રીતે કામ કર્યુ તે જણાવવામાં આવ્યું છે..
કોંગ્રેસે શું લગાવ્યો હતો આક્ષેપ  ?
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું હતું . કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે 18 લાખ ક્યૂસેક પાણી નર્મદા ડેમમાંથી છોડીને એક માનવ સર્જિત આપત્તિ ઊભી કરાઈ.. . કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યુ હતું કે આ કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફત છે, અને જવાબદાર લોકો સામે લિગલ એક્શન અવશ્ય લેવા જ જોઈએ. તેમણે કહ્યું હતું કે પાણી છોડવાનું એક મિકેનિઝમ હોય છે એક સાથે કેટલું પાણી છોડાય કેટલું નહીં એ પણ સ્થિતિ અંગે અવલોકન કરવું જોઈએ. મનીષ દોશીએ કહ્યું કે હવામાન વિભાગે 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ નર્મદાના કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદના આંકડા નિયમિતપણે પ્રકાશિત કર્યા હતા. ધીમે ધીમે પાણી છોડવાને બદલે સત્તાધીશોએ તેમ કર્યું ન હતું અને ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી પાછળથી છોડવું પડ્યું હતું. આના કારણે જ લોકોની મિલકત અને પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
4 સપ્ટેમ્બરનું નર્મદા ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઇએ તેમ નકકી થયું હતું.
સરદાર સરોવર નિગમે આક્ષેપોનો ખુબદજ વિસ્તૃત, ઉંડાણપૂર્વક અને પધ્ધતિસરનો જવાબ આપ્યો છે.. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વાાર બહાર પાડેલી યાદીમાં જણાવાયું છે કે, ઓગષ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો. પહેલી ઓગષ્ટના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિની બેઠક મળી હતી. જેમાં 4 સપ્ટેમ્બરનું નર્મદા ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઇએ તેમ નકકી થયું હતું. પરંતુ તે દિવસે નર્મદા ડેમની સપાટી 133.73 મીટર હતી. સપાટી ઓછી હોવા છતાં રીવર બેડ પાવર હાઉસ ( આરબીપીએચ)ના ટર્બાઇન ચાલુ હતાં અને વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહયું હતું. જે સમિતિના નિર્ણયથી વિપરીત હોવાથી પાણીની બચત કરવાના આશયથી 6 સપ્ટેમ્બરથી આરબીપીએચ બંધ કરી દેવાયું હતું. બીજી તરફ સરદાર સરોવર પરિયોજનાના ઉપરવાસમાં 6 સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધીમાં ખૂબ ઓછો વરસાદ વરસ્યો હતો.
નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ, 16 અને 17 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડયો 
નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ, 16 અને 17 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડયો હતો અને આજ સમયે ઉપરવાસનો મુખ્ય ડેમ ઇન્દિરાસાગર પૂરેપૂરો ભરાઇ ગયો હતો અને તમામ પાણી નર્મદા ડેમ તરફ છોડવામાં આવી રહયું હતું. બીજી તરફ ઇન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 16મીએ રાત્રે સરદાર સરોવરમાં પાણીની આવક 21.75 લાખ કયુસેક નોંધાઇ હતી.
16મી સપ્ટેમ્બરે ડેમમાંથી આટલું પાણી છોડ્યુ 
સેન્ટ્રલ વોટર કમિશન તરફથી નોંધપાત્ર આગાહી ન હોવા છતાં 16મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાંથી 45 હજાર કયુસેક ત્યાર બાદ 12 કલાકે 1 લાખ કયુસેક, બપોરે 2 કલાકે 5 લાખ કયુસેક અને સાંજે 5 વાગ્યે 8 લાખ કયુસેક પાણી છોડયું હતું. ડેમ માં મહત્તમ 21.75 લાખ કયુસેક પાણીની આવક સામે 17 સપ્ટેમ્બરની વહેલી સવારે નર્મદા ડેમમાંથી 18.62 લાખ કયુસેક પાણી છોડાયું હતું.
૧૩ અને ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ પાણી છોડવાનું કોઇ કારણ ન હતું 
૧૩ અને ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કોઇ નોંધપાત્ર વરસાદ અને ISP તરફથી કોઈ નોંધપાત્ર આઉટફ્લો ન હતો તેમજ CWC દ્વારા કોઈ આગાહી ન હતી. ૧૩, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ સરદાર સરોવર બંધ માંથી પાણી છોડવાનું કોઈ કારણ ન હતું.
પૂરની પરિસ્થિતિ દરમિયાન પધ્ધતિસર કામગીરી હાથ ધરવામાં આવી
આમ, સરદાર સરોવર બંધ ઓથોરિટીઝ દ્વારા ૧૬મીથી ૧૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ અણધાર્યા પૂરની પરિસ્થિતિ દરમિયાન પધ્ધતિસર કામગીરી હાથ ધરવામાં આવી, જેનાથી નીચાણવાળા વિસ્તારમાં થતા નુકસાનને શક્ય તેટલું ઘટાડી શકાયું.
Advertisement
Tags :
Advertisement

.