જુલાઇ 2023 સમગ્ર વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહીનો , ક્યાંક અસહ્ય ગરમી, તો ક્યાંક જંગલોમાં આગ
જુલાઈ 2023 અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો બનવા જઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના નવા વિશ્લેષણથી આ વાત સામે આવી છે. વિશ્લેષણ અનુસાર, આ વર્ષનો જુલાઇ મહિનો સૌથી ગરમ મહિના તરીકે નોંધાશે, જેનું સરેરાશ તાપમાન જૂલાઇ 2019ની સરખામણીએ ખાસ્સુ વધારે છે.
કોપરનિકસ ક્લાઈમેટ ચેન્જ સર્વિસ (C3S) અને વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ નોંધ્યું છે કે ઉત્તર અમેરિકા, એશિયા અને યુરોપના મોટા ભાગોમાં ભારે હીટવેવને કારણે તાપમાનમાં વધારો થયો છે. આના કારણે કેનેડા અને ગ્રીસ સહિતના ઘણા દેશોમાં જંગલમાં લાગેલી આગની સાથે લોકોના સ્વાસ્થ્ય, પર્યાવરણ અને અર્થવ્યવસ્થા પર પણ તેની નોંધપાત્ર અસર પડી છે. માહિતી અનુસાર, છેલ્લો સૌથી ગરમ મહિનો જુલાઈ 2019 હતો. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો આવું જ ચાલતું રહ્યું તો 2024માં સ્થિતિ વધુ વિકટ બની શકે છે.
સૌથી ગરમ જુલાઈ
એક નવા વિશ્લેષણ મુજબ, જુલાઈ 2023 ના પ્રથમ 23 દિવસ દરમિયાન વૈશ્વિક સરેરાશ તાપમાન 16.95 ડિગ્રી સેલ્સિયસ હતું, જે જુલાઈ 2019 ના સમગ્ર મહિના માટે નોંધાયેલા 16.63 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઘણું વધારે છે. અહેવાલ જણાવે છે કે આ તબક્કે, તે લગભગ નિશ્ચિત છે કે જુલાઈ 2023 નોંધપાત્ર રીતે જુલાઈ 2019 કરતાં વધી જશે, જે તેને રેકોર્ડમાં સૌથી ગરમ જુલાઈ અને સૌથી ગરમ મહિનો બનાવશે.
WMOના મહાસચિવે શું કહ્યું?
ડબલ્યુએમઓના સેક્રેટરી-જનરલ પીટરી તાલાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવો એ સૌથી પહેલી પ્રાથમિકતા બનવી જોઇએ . WMOએ જણાવ્યું હતું કે 6 જુલાઈના રોજનું દૈનિક સરેરાશ તાપમાન ઓગસ્ટ 2016ના સર્વોચ્ચ સ્તરને વટાવી ગયું હતું, જેના કારણે 6 જૂલાઇનો દિવસ સૌથી ગરમ દિવસ બન્યો હતો. 5 જુલાઈ અને 7 જુલાઈ તેનાથી માત્ર થોડા પાછળ હતા
એક અહેવાલ અનુસાર આ માત્ર સૌથી ગરમ જુલાઈ જ નહીં, પરંતુ સમગ્ર વૈશ્વિક સરેરાશ તાપમાનના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો પણ હશે. ડબલ્યુએમઓના સેક્રેટરી-જનરલ પીટીરી તાલાસે જણાવ્યું હતું કે યુએસ રાજ્ય કેલિફોર્નિયામાં ડેથ વેલીમાં આ મહિને વૈશ્વિક સ્તરે અત્યાર સુધીની સૌથી ગરમ રાત્રિ જોવા મળી. ઉત્તર-પશ્ચિમ ચીનમાં એક ટાઉનશિપમાં તાપમાન 52.2C (126F) સુધી વધી ગયું હતું, જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તે જ સમયે, કેનેડાના જંગલોની આગ અભૂતપૂર્વ ઝડપે પ્રજવલિત છે અને ફ્રાન્સ, સ્પેન, જર્મની અને પોલેન્ડ તીવ્ર ગરમીની ઝપેટમાં આવી ગ