Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hamas કેમ કરી રહ્યું છે Israel પર હુમલો ? જાણો સંપૂર્ણ માહિતી

પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને 700 થી વધુ લોકોની હત્યા કરી દીધી છે. શનિવારના રોજ, હમાસે એક પછી એક 5 હજાર રોકેટ ફાયર કરીને શસ્ત્રોથી સમૃદ્ધ દેશ ઇઝરાયેલ પર તબાહી મચાવી હતી. જો કે હમાસ અને ઈઝરાયેલ...
hamas કેમ કરી રહ્યું છે israel પર હુમલો   જાણો સંપૂર્ણ માહિતી

પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને 700 થી વધુ લોકોની હત્યા કરી દીધી છે. શનિવારના રોજ, હમાસે એક પછી એક 5 હજાર રોકેટ ફાયર કરીને શસ્ત્રોથી સમૃદ્ધ દેશ ઇઝરાયેલ પર તબાહી મચાવી હતી. જો કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ નવો નથી, પરંતુ શનિવારે થયેલા હુમલાએ સમગ્ર ઈઝરાયેલને હચમચાવી નાખ્યું છે. હવે લોકોના મનમાં સવાલ એ છે કે હમાસ શું છે જે ઈઝરાયેલમાં હુમલા કર્યા બાદ દરેક જગ્યાએ ચર્ચામાં છે.

Advertisement

હમાસ શું છે ?

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આજથી જ નહીં પણ 1946 થી વિવાદ ચાલી રહ્યો છે. પેલેસ્ટાઈનનું માનવું છે કે ઈઝરાયેલ વર્ષોથી તેની ધરતી પર કબ્જો કરતું આવ્યું છે. હમાસ એ પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ છે, જેની સ્થાપના 1987 માં પ્રથમ પેલેસ્ટિનિયન ઇન્ટિફાદા અથવા બળવા દરમિયાન કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય પેલેસ્ટાઈનમાં ઈસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે. આ બળવાખોર જૂથની સ્થાપના શેખ અહમદ યાસીને કરી હતી. 12 વર્ષની ઉંમરથી વ્હીલચેરમાં રહેલા અહેમદ યાસીને 1987 માં ઈઝરાયેલ સામે પ્રથમ ઈન્તિફાદાની જાહેરાત કરી હતી. ઇન્તિફાદા એટલે બળવો કરવો. આ પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથને ઈરાનનું સમર્થન છે. હમાસની વિચારધારા 1920 ના દાયકામાં ઇજિપ્તમાં સ્થાપિત મુસ્લિમ બ્રધરહુડની ઇસ્લામિક વિચારધારા સાથે મેળ ખાય છે. હમાસે વેસ્ટ બેંકમાં સત્તા પર સ્થિત પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (PLO) ના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના વફાદારોને એક ગૃહ યુદ્ધમાં હરાવ્યા હતા અને 2007 થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યા છે.

Advertisement

હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષ ક્યારે શરૂ થયો?

2006 માં, છેલ્લી પેલેસ્ટિનિયન સંસદીય ચૂંટણી જીત્યા બાદ હમાસ દ્વારા ગાઝા પર કબ્જો કરવામાં આવ્યો હતો. હમાસે રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ પર તેની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. વળી, અબ્બાસે હમાસ દ્વારા કબ્જે કરવાને બળવો ગણાવ્યો હતો. આ એ જ સમય હતો જ્યારે હમાસ અને ઇઝરાયેલ વચ્ચે સંઘર્ષનો સમયગાળો શરૂ થયો હતો. જે બાદ હમાસ દ્વારા ગાઝાથી ઈઝરાયેલ પર અવાર-નવાર રોકેટ હુમલા કરવામાં આવી રહ્યા છે, જ્યારે ઈઝરાયેલ પણ હવાઈ હુમલા અને બોમ્બમારો કરી રહ્યું છે. હમાસ ઇઝરાયેલ રાજ્યને માન્યતા આપવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખે છે. ઉગ્રવાદી જૂથ હમાસે 1990 ના દાયકાના મધ્યમાં ઇઝરાયેલ અને PLO દ્વારા વાટાઘાટો કરેલા ઓસ્લો શાંતિ કરારનો હિંસક વિરોધ કર્યો. હમાસ પાસે ઇઝી અલ-દિન અલ-કાસમ બ્રિગેડ નામની સશસ્ત્ર પાંખ છે. આ બ્રિગેડ ઈઝરાયેલમાં બંદૂકધારી અને આત્મઘાતી બોમ્બર મોકલતી રહી છે. હમાસ તેની સશસ્ત્ર પ્રવૃત્તિઓને ઇઝરાયેલ સામે પ્રતિકાર તરીકે વર્ણવે છે.

Advertisement

ઇઝરાયેલ અને હમાસ શા માટે લડી રહ્યા છે?

ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત તણાવ છે, પરંતુ શનિવાર, ઑક્ટોબર 7 ના રોજ, હમાસ હુમલો કોઈપણ ચેતવણી વિના થયો. હમાસે ઇઝરાયેલ પર હજારો રોકેટ છોડ્યા હતા, જ્યારે હમાસના ડઝનેક લડવૈયાઓએ સરહદ પાર કરીને ઇઝરાયેલી સમુદાયો પર હુમલો કર્યો હતો, જેમાં ડઝનેક નાગરિકો માર્યા ગયા હતા અને અન્યોને બંદી બનાવી લીધા હતા. ઇઝરાયેલે તુરંત જ હવાઈ હુમલાઓ શરૂ કર્યો હતો અને કહ્યું હતું કે તે ગાઝામાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.

આ પણ વાંચો - Israel-Hamas યુદ્ધની ભારત પર શું થશે અસર ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.