WHO ની ચેતવણી, કોરોનાથી પણ મોટી મહામારી આપી શકે છે દસ્તક...
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સમગ્ર વિશ્વને બીજી મોટી મહામારીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ મહામારી કોવિડ-19 એટલે કે કોરોના કરતા પણ મોટી હોઈ શકે છે. ટોચના બ્રિટિશ વૈજ્ઞાનિકની ચેતવણી બાદ WHO એ આ બીમારીનો સામનો કરવાની તૈયારી શરુ કરી છે. એક રિપોર્ટના અહેવાલ મુજબ, બ્રિટનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પેટ્રિક વેલેન્સે વિશ્વને કોવિડ કરતા પણ વધુ ખતરનાક રોગની ચેતવણી આપી છે અને સતર્ક રહેવા કહ્યું છે. વેલેન્સે વિશ્વને ચેતવણી આપી હતી કે જો આપને હવે આ રોગ વિશે સતર્ક થઈશું, તો આપણે કોવિડ જેવા પ્રતિબંધોનો સામનો કરવાથી બચી શકીશું.
WHO એ પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે અને વિશ્વના સભ્ય દેશોને હવેથી આ મહામારીનો સામનો કરવા માટે રણનીતિ બનાવવા કહ્યું છે. WHO એ કહ્યું છે કે, આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંકલન જરૂરી છે. તેથી તમામ દેશોએ હવેથી આગળ આવવું પડશે અને યોગ્ય પગલાં ભરવા પડશે. આપણે આ મહામારી આવવાની રાહ જોવી જોઈએ નહીં, પરંતુ હમણાં જ તેની સાથે વ્યવહાર કરવા માટેના રસ્તાઓ શોધવાનું શરુ કરવું જોઈએ.
Media briefing on pandemic, preparedness and response and other developments at the #WHA77 with @DrTedros https://t.co/ekNEtEvJO3
— World Health Organization (WHO) (@WHO) June 1, 2024
રણનીતિ બનાવવી જરૂરી...
WHO ના ડાયરેક્ટર ટેડ્રોસ અધનોમે કહ્યું કે, આગમી સપ્તાહમાં યોજાનારી બેઠકમાં તમામ દેશોએ આ અંગે ગંભીરતાથી વિચારવું પડશે. જોકે, અગાઉની બેથાક્કોમાં બ્રિટિશ વૈજ્ઞાનિકની ચેતવણીને લઈને WHO ના સભ્ય દેશોમાં કોઈ ખાસ સતર્કતા જોવા મળી નહતી. આ હોવા છતાં, ટેડ્રોસે કહ્યું કે, અગાઉની બેઠકોના પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. આપણે કોઈપણ ભોગે આ મહામારીને રોકવાની છે અને આ માટે મહત્વના પગલાં ભરવા પડશે. વર્લ્ડ હેલ્થ એસેમ્બલી આગામી મહામારીને પહોંચી વળવા સૂચનો લઈને વ્યૂહરચના બનાવવાનું વિચારી રહી છે. આ પછી, WHO સમગ્ર વિશ્વ માટે એલર્ટ જારી કરી શકે છે. જોકે, આ બીમારીનું સ્વરૂપ શું હશે તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચો : Hush Money Case : અમેરિકામાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર, ડોનાલ્ડ ટ્રમ્પ 34 આરોપોમાં દોષિત જાહેર
આ પણ વાંચો : Lightning struck: વીજળીઓથી ઘેરાયું ન્યુ યોર્ક શહેર, Empire state building આવી સંકજામાં
આ પણ વાંચો : Rafah ની સ્થિતિ પર MEA નું નિવેદન, કહ્યું- ‘ચિંતાનો વિષય’, નવાઝ શરીફની ટિપ્પણી પર પણ કહી મોટી વાત…