Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરબજીત સિંહના હત્યારા Amir Sarfaraz Tamba ની સરાજાહેર ગોળી મારી કરાઈ હત્યા

Amir Sarfaraz Tamba: પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહની હત્યાના આરોપી આમિર સરફરાઝ તાંબાની રવિવારે લાહોરમાં હત્યા કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નજીકના સહયોગી આમિર સરફરાઝ તાંબાની રવિવારે લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી...
સરબજીત સિંહના હત્યારા amir sarfaraz tamba ની સરાજાહેર ગોળી મારી કરાઈ હત્યા

Amir Sarfaraz Tamba: પાકિસ્તાનની જેલમાં ભારતીય કેદી સરબજીત સિંહની હત્યાના આરોપી આમિર સરફરાઝ તાંબાની રવિવારે લાહોરમાં હત્યા કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નજીકના સહયોગી આમિર સરફરાઝ તાંબાની રવિવારે લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સત્તાવાર સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવે છે. સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે, પાકિસ્તાનમાં લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ પર સવાર હુમલાખોરોએ તાંબા પર હુમલો કર્યો હતો. આ હુમલાખોરે આમિર સરફરાઝની સરાજાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે.

Advertisement

હુમલાખોરોએ તાંબા પર હુમલો કરી હત્યા

તમને જણાવી દઈએ કે, ઉચ્ચ સુરક્ષાવાળી કોટ લખપત જેલની અંદર આમિર સરફરાઝ તાંબા સહિતના અન્ય કેદીઓ દ્વારા સરબજીત સિંહ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના બાદ 2 મે, 2013ની સવારે લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં હાર્ટ એટેકથી સરબજીત સિંહનું અવસાન થયું, તેવી વિગતો સામે આવી હતી. જોકે, તેમનું અવસાન થયું તે અંગે શંકા છે કારણ કે સરબજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ સરબજીત સિંહ લગભગ એક અઠવાડિયા સુધી બેભાન રહ્યા હતા. તાંબાનો જન્મ 1979માં લાહોરમાં થયો હતો અને તે લશ્કર-એ-તૈયબાના સ્થાપકનો નજીકનો સહયોગી છે.

સરબજીત સિંહની કરવામાં આવી હતી હત્યા

નોંધનીય છે કે, પાકિસ્તાની કેદીઓના એક જૂથે સિંહ પર ઇંટો અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. સરબજીત સિંહને 1990માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અનેક બોમ્બ વિસ્ફોટોમાં સંડોવણી માટે કથિત રીતે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે સરબજીત સિંહની હત્યા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશ પર કરવામાં આવી હતી.

Advertisement

તાંબાના પિતાનું નામ સરફરાઝ જાવેદ

તાંબાની હત્યાને પાકિસ્તાનમાં રહસ્યમય મૃત્યુની શ્રેણી સાથે જોડી શકાય છે, જેઓ કાં તો ભારતમાં વોન્ટેડ ગુનેગાર હતા અથવા આતંકવાદી હુમલામાં સામેલ હતા. તાંબાના પિતાનું નામ સરફરાઝ જાવેદ છે. તેનો જન્મ 1979માં લાહોરમાં થયો હતો અને તે લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદની ખૂબ નજીક હતો. અત્યારે આ સમાચારે પાકિસ્તાનમાં તહેલકો મચાવી દીધો છે.

આ પણ વાંચો: Sarabjit Singh: જાણો કોણ હતા સરબજીત સિંહ? જેમની પાકિસ્તાની જેલમાં કરાઈ હત્યા નિર્મમ હત્યા

આ પણ વાંચો: Israel-Iran War : ત્રીજા વિશ્વ યુધ્ધના વાદળો ઘેરાયા, ઈરાન બાદ હવે આ દેશોએ પણ કર્યો ઈઝરાયેલ પર હુમલો…!

Advertisement
Tags :
Advertisement

.