Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુનિયાભરમાં સૌથી ખતરનાક ગણાતી ઇઝરાયેલની જાસૂસી સંસ્થા 'મોસાદ' પર ઉઠ્યા સવાલો, જાણો સંસ્થાએ કરેલા આ મોટા મિશન વિશે...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઈઝરાયેલે જોરદાર જવાબ આપ્યો છે. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં 250 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝા પટ્ટીમાં 232...
દુનિયાભરમાં સૌથી ખતરનાક ગણાતી ઇઝરાયેલની જાસૂસી સંસ્થા  મોસાદ  પર ઉઠ્યા સવાલો  જાણો સંસ્થાએ કરેલા આ મોટા મિશન વિશે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ઈઝરાયેલે જોરદાર જવાબ આપ્યો છે. હમાસના હુમલામાં ઈઝરાયેલમાં 250 લોકોના મોત થયા છે, જ્યારે 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝા પટ્ટીમાં 232 લોકોના મોત થયા છે. જ્યારે 1700થી વધુ લોકો ઘાયલ થયા છે. આ રીતે ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં 24 કલાકની અંદર 492 લોકોના મોત થયા છે. 3200 લોકો ઘાયલ થયા છે.

Advertisement

ઈઝરાયેલ પર સદીના સૌથી મોટા હુમલા બાદ તેની ઈન્ટેલિજન્સ સિસ્ટમ પર સવાલો ઉઠી રહ્યા છે. દુનિયાભરમાં સૌથી ખતરનાક ગણાતી ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે. તેના એજન્ટો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. ખાસ કરીને શસ્ત્રો વિના તેમના દુશ્મન દેશોમાં સફળતાપૂર્વક લડવા માટે જાણીતા છે. પરંતુ આ વખતે મોસાદે ભૂલ કરી છે. આવી ભૂલને માફ કરી શકાય નહીં.

બાળકો, વૃદ્ધો અને મહિલાઓને પણ બક્ષવામાં આવતા નથી. તેમની બર્બરતા જોઈને કોઈપણ વ્યક્તિ કંપી જાય. આવી સ્થિતિમાં એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે ઈઝરાયેલે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી? હમાસના આયોજિત હુમલાની કોઈ માહિતી કેમ ન હતી? મોસાદને પણ કેમ સુરાગ ન મળ્યો? માત્ર મોસાદ પર જ નહીં પરંતુ અમેરિકન ગુપ્તચર સંસ્થા CIA પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણ કે અમેરિકાને ઈઝરાયેલનો બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવે છે. ઘણી વખત મોસાદ અને સીઆઈએ સંયુક્ત ઓપરેશન ચલાવતા પણ જોવા મળ્યા છે. પરંતુ આ વખતે હમાસના આતંકવાદીઓ ઈઝરાયલની પીઠ પાછળ હુમલાની યોજના ઘડી રહ્યા હતા, પરંતુ મોસાદ અને સીઆઈએને તેના સમાચાર સુદ્ધાં ન મળ્યા. એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું આ ભૂલ જાણી જોઈને થવા દેવામાં આવી હતી.

Advertisement

જ્યારે મીડિયા દ્વારા ઈઝરાયેલના એક અધિકારીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, "આ કેવી રીતે થયું તે અમને ખબર નથી." એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ હવે એટલું મજબૂત નથી રહ્યું જેટલું વિશ્વ તેને માને છે. કદાચ તેની જાસૂસી એજન્સીઓ અને તેની સેના હવે પહેલા જેવી નથી રહી.નહિંતર, એક સમય હતો જ્યારે મોસાદનો અર્થ મૃત્યુ થતો હતો. એકવાર કોઈ મોસાદના રડાર હેઠળ આવી ગયું, તો તેના માટે બચવું લગભગ અશક્ય હતું. મોસાદના ભયાનક જાસૂસો પાસે દુનિયાના કોઈપણ ખૂણેથી તેમના દુશ્મનોને શોધી કાઢવાની શક્તિ હતી. આ જ કારણ છે કે તેને દુનિયાની સૌથી ખતરનાક એજન્સી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મોસાદ એ દરેક જગ્યાએ પહોંચ્યું છે જ્યાં ઇઝરાયેલ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

હિટલરના અધિકારીઓ પણ 'મોસાદ'થી ડરતા હતા!

મોસાદનો ઈતિહાસ 74 વર્ષ જૂનો છે. તેનું મુખ્ય મથક ઇઝરાયેલના તેલ અવીવ શહેરમાં છે. મોસાદ એટલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ટેલિજન્સ એન્ડ સ્પેશિયલ ઓપરેશન્સ, જે ઇઝરાયેલની રાષ્ટ્રીય ગુપ્તચર સંસ્થા છે. તેની રચના 13 ડિસેમ્બર 1949ના રોજ 'સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુશન ફોર કો-ઓર્ડિનેશન' તરીકે કરવામાં આવી હતી. આ એજન્સી બનાવવાનો પ્રસ્તાવ રુવેન શિલોહે ઈઝરાયેલના તત્કાલિન વડાપ્રધાન ડેવિડ બેન ગુરેનાના કાર્યકાળ દરમિયાન આપ્યો હતો.

Advertisement

રુવેન શિલોહને મોસાદના પ્રથમ નિર્દેશક બનાવવામાં આવ્યા હતા. આ એજન્સીનો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદ સામે લડવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને રાજકીય હત્યાઓ કરવાનો છે. તેના જાસૂસો દેશના દુશ્મનની દરેક નાની-મોટી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખે છે. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓના નરસંહાર માટે જવાબદાર જર્મન અધિકારીઓ મોસાદથી સૌથી વધુ ડરતા હતા. મોસાદે સેંકડો નાઝી અધિકારીઓની હત્યા કરી હતી.

'મોસાદ'નું સૌથી ભયાનક ગુપ્તચર ઓપરેશન...
1. ઓપરેશન અર્જેન્ટીના

નાઝીઓ દ્વારા યહૂદીઓના નરસંહારને 'હોલોકોસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. જેમાં 1933 થી 1945 વચ્ચે 40 લાખ યુરોપીયન યહૂદીઓની હત્યા કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ કર્નલ એડોલ્ફ આઇફમન, જે એડોલ્ફ હિટલરની કુખ્યાત રાજ્ય ગુપ્ત પોલીસ 'ગેસ્ટાપો'માં 'યહૂદી વિભાગ'ના વડા હતા, તેને આ હત્યાકાંડ માટે જવાબદાર માનવામાં આવે છે. 1957 માં, મોસાદને જાણ થઈ કે આઇફમન આર્જેન્ટિનામાં છુપાયેલો છે. આ પછી મોસાદે ઓપરેશન આર્જેન્ટીના હાથ ધર્યું. 11 મે, 1960 ના રોજ, આઇફમનનું અપહરણ કરવામાં આવ્યું અને તેને ઇઝરાયેલ લાવવામાં આવ્યો. તેલ અવીવમાં યોગ્ય ટ્રાયલ પછી તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. આ મોસાદનું સૌથી મુશ્કેલ ઓપરેશન માનવામાં આવે છે. તેનો પડઘો સંયુક્ત રાષ્ટ્રમાં પણ સંભળાયો.

2. ઓપરેશન થંડરબોલ્ટ

27 જૂન, 1976ના રોજ, તેલ અવીવના બેન્ગુરિયન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કરતું એક ફ્રેન્ચ વિમાન પેરિસ પહોંચતા પહેલા હાઈજેક કરવામાં આવ્યું હતું. હાઇજેકર્સમાં 2 પેલેસ્ટિનિયન લિબરેશન આર્મી સાથે અને 2 જર્મન રિવોલ્યુશનરી બ્રિગેડ સાથે સંકળાયેલા હતા. તેણે યુગાન્ડાના એન્ટેબે એરપોર્ટ પર પ્લેન લેન્ડ કર્યું. આ પછી, તેણે માંગ કરી કે ઇઝરાયેલ તેના નાગરિકોને મુક્ત કરવાના બદલામાં ત્યાં જેલમાં બંધ તેના સાથીઓને મુક્ત કરે. એટલું જ નહીં, 5 મિલિયન યુએસ ડોલરની માંગ પણ કરવામાં આવી હતી. પરંતુ ઈઝરાયેલ આતંકવાદીઓ સામે ઝૂકવાનું ન હતું. મોસાદે ઓપરેશન થંડરબોલ્ટ હાથ ધર્યું, જેમાં તેના કમાન્ડોએ યુગાન્ડામાં પ્રવેશ કર્યો અને આતંકવાદીઓને ખતમ કર્યા. આ ઓપરેશનમાં હાલના ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ સામેલ હતા. જો કે, તેના ભાઈ યોનાથન નેતન્યાહૂની હત્યા થઈ હતી. આ ઓપરેશન માટે મોસાદની પ્રશંસા કરવામાં આવી હતી.

3. ઓપરેશન રોથ ઓફ ગોડ

1972 માં જર્મનીના મ્યુનિકમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન ખેલાડીઓના વેશમાં આવેલા પેલેસ્ટિનિયન બ્લેક સપ્ટેમ્બર લિબરેશન ઓર્ગેનાઈઝેશનના 8 આતંકવાદીઓએ 11 ઈઝરાયેલી ખેલાડીઓની હત્યા કરી હતી. આ ઘટનાના બે દિવસ બાદ જ સીરિયા અને લેબનોનમાં PLO ના 10 બેઝ બોમ્બ ધડાકામાં નષ્ટ થઈ ગયા હતા. તે સમયે કોઈને ખબર નહોતી કે આ કોણે કર્યું છે. ખરેખર તો મોસાદે જ આ ઓપરેશનને ગુપ્ત રીતે અંજામ આપ્યો હતો. આ ઘટનાના ઘણા વર્ષો બાદ ઈઝરાયેલની સંસદીય સમિતિના રિપોર્ટમાં આ ઓપરેશનનો ખુલાસો થયો છે. એવું બહાર આવ્યું હતું કે ઓપરેશન રેથ ઓફ ગોડનો આદેશ તત્કાલીન મોસાદ ચીફ ઝવી ઝમીરે પોતે આપ્યો હતો.

4. ઓપરેશન ઈરાન

ઈરાન અને ઈઝરાયેલ એકબીજાના કટ્ટર દુશ્મન છે. આ જ કારણ છે કે ઈઝરાયેલ ક્યારેય ઈરાનના પરમાણુ મિશનને ટેક ઓફ થવા દેતું નથી. ઈરાન પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યું હોવાની ઈઝરાયેલને જાણ થતાં જ મોસાદ ત્યાં સક્રિય થઈ ગયું. લગભગ 18 મહિનાના ઓપરેશન દરમિયાન 1000 જાસૂસોની મદદથી મોસાદે ઈરાનના પરમાણુ કાર્યક્રમને નષ્ટ કરી દીધો. તેના સૌથી પ્રખ્યાત વૈજ્ઞાનિક, બ્રિગેડિયર જનરલ મોહસેન ફખરીઝાદેહની પણ હત્યા કરવામાં આવી હતી. મોસાદે ક્યારેય ખુલ્લેઆમ આની જવાબદારી લીધી નથી, પરંતુ થોડા દિવસ પહેલા જ મોસાદના ભૂતપૂર્વ વડા યોસી કોહેને દાવો કર્યો હતો કે તેમના નેતૃત્વમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે અસંખ્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા.

5. ઓપરેશન માબૂહ

પેલેસ્ટિનિયન સંગઠન હમાસ વિરુદ્ધ મોસાદ સતત સક્રિય છે. તેના ઘણા નેતાઓ મોસાદની ટોચની યાદીમાં છે, જેઓ રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે. આ માટે હંમેશા મોસાદ પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. હમાસનો એક નેતા મહમૂદ અલ-મબૌહ ઈઝરાયેલમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો. તે હમાસ માટે હથિયારોનો સોદો પણ કરતો હતો. આ જ કારણ છે કે મોસાદ તેની પાછળ ગયો. આ અંગેની માહિતી મળતા જ મબૂહ દુબઈ ભાગી ગયો હતો. આ વાતની જાણ થતાં જ મોસાદના એજન્ટ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દુબઈ પહોંચી ગયા હતા. 19 જાન્યુઆરી 2010 ના રોજ દુબઈની એક હોટલ અલ બુસ્તાન રોટાનામાં મબૌહની હત્યા કરવામાં આવી હતી. હત્યા અને અકસ્માત વચ્ચે તે ફસાઈ ગયો હોય તે રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ખરેખર, માબુહને ઝેરનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ અસરને કારણે તેને બ્રેઈન હેમરેજ થયું હતું. ખૂબ પછી, દુબઈ પોલીસ દ્વારા તપાસ દરમિયાન, જાણવા મળ્યું કે મોસાદે આ કર્યું હતું.

આ પણ વાંચો : અમેરિકા- સાઉદી અરબ વચ્ચેની ડિફેન્સ ડિલે મિડલ ઇસ્ટમાં નોંતર્યો સંઘર્ષ, બની હમાસના હુમલાનું કારણ

Tags :
Advertisement

.