Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની America યાત્રાથી Pakistan ને અકળામણ, વિદેશમંત્રી Hina Rabbani એ કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની રાજકીય મુલાકાતે ગયા છે. આ ઐતિહાસિક મુલાકાત પર વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારત દ્વારા જનરલ એટોમિક્સ MQ-9 'રીપર' સશસ્ત્ર ડ્રોનની ખરીદી માટે મોટા કરારો થયાં તો બીજી તરફ આર્થિક સંકટનો સામનો કરી રહેલ...
pm મોદીની america યાત્રાથી pakistan ને અકળામણ  વિદેશમંત્રી hina rabbani એ કહી આ વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની રાજકીય મુલાકાતે ગયા છે. આ ઐતિહાસિક મુલાકાત પર વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારત દ્વારા જનરલ એટોમિક્સ MQ-9 'રીપર' સશસ્ત્ર ડ્રોનની ખરીદી માટે મોટા કરારો થયાં તો બીજી તરફ આર્થિક સંકટનો સામનો કરી રહેલ ભારતનો પાડોશી દેશ અકળાયેલો છે. પાકિસ્તાનના લોકોને ડર છે કે જો ભારત-અમેરિકાના સંબંધો વધુ સુધરશે તો તેની ખરાબ અસર પાકિસ્તાન પર પડશે.

Advertisement

PM મોદીની અમેરીકા યાત્રા પર શું કહ્યું?

ડ્રેગનની ચૂંગલમાં ફસાયેલા પાકિસ્તાનના વિદેશમંત્રી હીના રબ્બાનીએ વડાપ્રધાનશ્રીની અમેરીકા યાત્રા પર નિવેદન આપતા જણાવ્યું કે, પાકિસ્તાન હંમેશા સંપ્રભુ દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને સકારાત્મક રૂપથી જોશે અને તેને નકારાત્મક દ્રષ્ટીની નહી જોવે.

Advertisement

બાલાકોટ એરસ્ટ્રાઈક

એક ઈન્ટરવ્યૂમાં તેમણે બાલાકોટ એરસ્ટ્રાઈકનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે, કોઈ પણ બાબત નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. પાકિસ્તાનના એક ખુબ જ લડાયક પાડોશી દેશે 2019માં પાકિસ્તાનમાં જેટ મોકલીને સૈન્ય દુસ્સાહસ કર્યું. તેણે આ પગલાને અભૂતપૂર્વ અને અકલ્પનિય ગણાવ્યું. હીના રબ્બાનીનો ઈશારો બાલાકોટ એરસ્ટ્રાઈક પર હતો.

Advertisement

પાક રક્ષામંત્રી એ શું કહ્યું?

બીજી તરફ પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારત અને અમેરીકા પોતાના સંબંધો સારા કરી રહ્યું છે તેનાથી પાકિસ્તાનને કોઈ વાંધો નથી પણ આ પાકિસ્તાનની કિંમત પર ના થાય જ્યારે ભારતમાં પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ્સ અબ્દુલ વાસિતે જણાવ્યું કે, અમેરીકા અને ભારતની ડિફેન્સ પાર્ટનરશીપથી સાઉથ એશિયામાં અસ્થિરતા વધશે અને હથિયાર એકઠાં કરવાની હોડ લાગશે.

આ પણ વાંચો : બાઈડનને મળીને બોલ્યા PM MODI -વ્હાઈટ હાઉસમાં મારુ સ્વાગત 140 કરોડ ભારતીયોનું સન્માન !, જુઓ તસવીરો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.