Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pakistan ના 'અંબાણી'ની દીકરીને મળો, જેના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચાયા હતા, 123 કરોડથી વધુનું કર્યું દાન...

જો કોઈ તમને ભારતના સૌથી ધનિક વ્યક્તિ વિશે પૂછે તો તમારો જવાબ મુકેશ અંબાણી હશે. પરંતુ હવે જો પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિની વાત કરીએ તો તેમાં શાહિદ ખાનનું નામ આવે છે. શાહિદ ખાન તેના બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને તેની...
pakistan ના  અંબાણી ની દીકરીને મળો  જેના લગ્નમાં પૈસા પાણીની જેમ ખર્ચાયા હતા  123 કરોડથી વધુનું કર્યું દાન

જો કોઈ તમને ભારતના સૌથી ધનિક વ્યક્તિ વિશે પૂછે તો તમારો જવાબ મુકેશ અંબાણી હશે. પરંતુ હવે જો પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિની વાત કરીએ તો તેમાં શાહિદ ખાનનું નામ આવે છે. શાહિદ ખાન તેના બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ, લક્ઝરી લાઈફસ્ટાઈલ અને તેની પરોપકારીને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. પાકિસ્તાનના બિઝનેસ ટાયકૂન શાહિદ ખાનના અનેક પ્રકારના બિઝનેસ ચાલી રહ્યા છે. તેમની મિલકતનો મોટો હિસ્સો રમતગમત જેવી ઇવેન્ટમાં રોકાયો છે.

Advertisement

એક લાખ કરોડથી વધુની નેટવર્થ

Advertisement

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહિદ ખાનની નેટવર્થ એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તે નેશનલ ફૂટબોલ લીગ (NFL) ના જેક્સનવિલે જગુઆર્સ (Jacksonville Jaguars) અને ફુલ્હેમ એફસી (Fulham FC)ના માલિક છે. તે પુત્ર ટોની ખાન સાથે ઓલ એલિટ રેસલિંગ (AEW) ના સહ-માલિક પણ છે. તે તેના પિતાના ઘણા ધંધાઓ સંભાળે છે. શાહિદ ખાન અને તેનો પુત્ર ટોની ખાન પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ લોકો શાહિદ ખાનની દીકરી શન્ના ખાન વિશે વધારે જાણતા નથી.

કોણ છે શન્ના ખાન

Advertisement

શન્ના ખાન ખૂબ જ પરોપકારી અને બિઝનેસ વુમન છે. તે મૂળ પાકિસ્તાનની છે પરંતુ ભાઈ ટોની ખાનની જેમ તેનો જન્મ અને ઉછેર ઇલિનોઇસ, યુએસએમાં થયો હતો. સમાચાર અનુસાર, શન્ના યુનાઈટેડ માર્કેટિંગ કંપનીના કો-ઓનર છે. સોશિયલ મીડિયાથી અંતર રાખનાર શન્નાએ વુલ્ફ પોઈન્ટ એડવાઈઝર્સના એમડી જસ્ટિન મેકકેબે સાથે લગ્ન કર્યા. તેમના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી. શાહિદ ખાને તેની પુત્રીના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો હતો. શન્નાના લગ્નની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

શાહિદ ખાનની દીકરી જગુઆર ફાઉન્ડેશન દ્વારા ચેરિટી કરે છે. ચેરિટીના કારણે દેશ અને દુનિયામાં તેમની એક અલગ ઓળખ છે. તે નબળા યુવાનો અને તેમના પરિવારોને મદદ કરે છે. શન્ના ખાન 1650 કરોડ ($20 મિલિયન) થી વધુની સંપત્તિના માલિક છે. મીડિયા અહેવાલો અનુસાર, શન્ના ખાન અને તેના પરિવારે એક સંકલિત ઓન્કોલોજી પ્રોગ્રામ શરૂ કરવા માટે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ વેટરનરી ટીચિંગ હોસ્પિટલને 123 કરોડનું દાન આપ્યું હતું. તેમનો પરિવાર પણ ચેરિટીમાં સક્રિય ભાગ લે છે.

આ પણ વાંચો : America : ચૂંટણીમાં છવાયો વિવેક રામાસ્વામીનો જાદુ

Tags :
Advertisement

.