Maldives : 'ભારતે 15 માર્ચ પહેલા માલદીવમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ...'
ચીનથી પરત ફર્યા બાદ માલદીવ (Maldives)ના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ (Mohamed Muizzu) કડક વલણ દાખવી રહ્યા છે. એક દિવસ અગાઉ નામ લીધા વિના આ ટિપ્પણી કરનાર મુઈઝુ (Mohamed Muizzu)એ ભારતને 15 માર્ચ સુધીમાં માલદીવ (Maldives)માં તૈનાત તેના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા કહ્યું છે. લગભગ બે મહિના પહેલા રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ માલદીવ (Maldives)માં તૈનાત અન્ય દેશોના સૈનિકોને હટાવવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં India Out જેવા સ્લોગન પણ આપ્યા હતા. એક દિવસ પહેલા, તેમણે ભારતનું નામ લીધા વિના કહ્યું હતું કે માલદીવ (Maldives)ને ધમકી આપવાનો કોઈ દેશને અધિકાર નથી.
માલદીવમાં ભારતીય સૈનિકોને લઈને શું છે વિવાદ?
માલદીવ (Maldives) ભારત અને ચીન બંને માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. ભારતીય સૈનિકો 2013થી અહીં લામુ અને અડ્ડુ ટાપુઓ પર તૈનાત છે. માલદીવ (Maldives)માં ભારતીય મરીન પણ તૈનાત છે. ભારતીય નેવીએ ત્યાં 10 કોસ્ટલ સર્વેલન્સ રડાર લગાવ્યા છે. કાર્યભાર સંભાળ્યા પછી, મુઇઝુ Mohamed Muizzuએ જાહેરાત કરી કે તેમની પ્રાથમિક જવાબદારી હિંદ મહાસાગર દ્વીપસમૂહમાં વિદેશી લશ્કરી હાજરીને દૂર કરવાની છે. માલદીવ (Maldives)ના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુએ ભારતને માલદીવ (Maldives)માંથી સૈનિકો હટાવવાની ઔપચારિક વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનો દેશ તેની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે કોઈપણ 'વિદેશી લશ્કરી હાજરી'થી મુક્ત છે તેની ખાતરી કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
મુઈઝુની ચીન મુલાકાત શા માટે વિવાદાસ્પદ હતી?
મુઇઝુની ચીનની આ પ્રથમ રાજ્ય મુલાકાત હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે માલદીવ (Maldives)ના ત્રણ મંત્રીઓએ લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરોને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી આ મામલો સોશિયલ મીડિયા પર જોર પકડ્યો. જ્યારે આ મામલો વેગ પકડ્યો ત્યારે માલદીવ સરકારે ત્રણ આરોપી મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા. બાદમાં વિદેશ મંત્રાલયે ભારતમાં માલદીવ (Maldives)ના દૂતાવાસને બોલાવીને આ બાબતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ યથાવત છે. માલદીવ (Maldives)ના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ તેમના ચૂંટણી ઢંઢેરામાં લગભગ 75 ભારતીય સૈનિકોની નાની ટુકડીને હટાવવાનું વચન આપ્યું હતું. ભારત અને માલદીવે ભારતીય સૈનિકો પાછા ખેંચવા અંગે ચર્ચા કરવા માટે કોર ગ્રૂપની રચના કરી છે. મુઈઝુનું સ્લોગન હતું 'India Out'. તેમણે માલદીવ (Maldives)ની 'ઈન્ડિયા ફર્સ્ટ પોલિસી'માં ફેરફાર કરવાની પણ વાત કરી. જ્યારે ભારત અને ચીન બંને માલદીવ (Maldives)માં પ્રભાવ સ્થાપિત કરવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
શું છે વિવાદ
વડાપ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવ સરકારના ત્રણ મંત્રીઓએ પીએમ મોદીની મુલાકાતની કેટલીક તસવીરો પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ મામલે વિવાદ વધ્યા બાદ આ ત્રણેય મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : North Korea: ફરી બેલેસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો! દક્ષિણ કોરિયા-જાપાન એલર્ટ