Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

India - Russia : રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયો પરત આવશે, પુતિનના નિવાસ્થાને બેઠક...

ભારત (India)ના PM નરેન્દ્ર મોદીએ રશિયા (Russia)ના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પ્રવાસ પર આખી દુનિયાની નજર છે. આવી સ્થિતિમાં PM મોદીને આ પ્રવાસથી મોટી સફળતા મળી છે. હકીકતમાં, રશિયા (Russia)એ...
india   russia   રશિયન આર્મીમાં કામ કરતા તમામ ભારતીયો પરત આવશે  પુતિનના નિવાસ્થાને બેઠક

ભારત (India)ના PM નરેન્દ્ર મોદીએ રશિયા (Russia)ના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ પ્રવાસ પર આખી દુનિયાની નજર છે. આવી સ્થિતિમાં PM મોદીને આ પ્રવાસથી મોટી સફળતા મળી છે. હકીકતમાં, રશિયા (Russia)એ રશિયન સેનામાં કામ કરતા તમામ ભારતીય નાગરિકોને સ્વદેશ પરત ;લાવવાની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. PM મોદીએ આ મામલો રાષ્ટ્રપતિ પુતિન સમક્ષ ઉઠાવ્યો હતો.

Advertisement

પુતિનના નિવાસ્થાને બેઠક...

PM મોદી રશિયા (Russia)ના બે દિવસના પ્રવાસે છે. અહીં, વ્લાદિમીર પુતિન અને PM નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિના નોવો-ઓગાર્યોવો નિવાસ્થાને મળ્યા હતા. બંને નેતાઓએ અનૌપચારિક બેઠક પણ કરી હતી. મિટિંગમાં માંત્રીપૂર્ણ રશિયન-ભારત (India) સંબંધો તેમજ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

Advertisement

પુતીને PM મોદીના વખાણ કર્યા...

વ્લાદિમીર પુતીને તેમની મુલાકાત દરમિયાન PM મોદીની પ્રશંસા કરી હતી. ત્રીજી વખત PM બનવા પર મોદીને અભિનંદન આપતા પુતીને કહ્યું, કે આ કોઈ સંયોગ નથી, પરંતુ તમારા ઘણા વર્ષોના કામનું પરિણામ છે. તમે ખૂબ મહેનતુ વ્યક્તિ છો, ભારત (India) અને ભારતીય લોકોના હિતમાં પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ છો. પુતિને કહ્યું કે, PM મોદીએ તેમનું આખું જીવન તેમના લોકોની સેવા માટે સમર્પિત કર્યું છે અને લોકો તેને અનુભવી શકે છે.

Advertisement

ખાનગી બેઠક થઇ...

બંને નેતાઓ વચ્ચે ખાનગી મુલાકાત થઇ હતી અને તેઓએ સાથે ખાનગી ડિનર પણ કર્યું હતું. PM મોદી મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે 22 મી ભારત-રશિયા (India - Russia) વાર્ષિક સમિટ યોજાશે. તમને જણાવી દઈએ કે, લગભગ પાંચ વર્ષમાં PM મોદીની રશિયા (Russia)ની આ પહેલી મુલાકાત છે. તેઓ છેલ્લે 2019 માં રશિયા (Russia) ગયા હતા.

આ પણ વાંચો : Jammu and Kashmir : કાશ્મીર ટાઈગર્સે સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી, જૈશ સાથે છે કનેક્શન…

આ પણ વાંચો : મણિપુરની પરિસ્થિતિ સુધારવા રાહુલ ગાંધીની PM મોદીને વિનંતી

આ પણ વાંચો : AMARNATH YATRA શરૂ થતાના અઠવાડિયામાં જ અંતર્ધ્યાન થયા બાબા બર્ફાની!

Tags :
Advertisement

.