અસંભવ કાર્યને કર્યું સંભવ! 16 વર્ષની મહેનત, 19 હજાર પાના અને World Record
World Record: કાળા માથાના માનવી માટે અત્યારે કોઈ પણ કાર્ય અસંભવ નથી. પરંતુ ઘણા કામો એવા હોય છે કે, કરવા ઘણાં અઘરા હોય છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં જે કામ સામાન્ય લોકો ના કરી શકે તેવું કામ કરીને એક વ્યક્તિએ વર્લ્ડ રેકોર્ડ રચી દીધો છે. સૌ જાણે છે કે, જો કોઈ અસંભવ કામ કોઈ કરી બતાવે તો તેનું નામ ઈતિહાસના પન્ના પર લખાય છે. મળતી વિગતો પ્રમાણે 1982માં એક વ્યક્તિએ એવું કાર્ય કરવાનું નક્કી કર્યું હતું જે અત્યાર સુધી કોઈએ નથી કર્યું. ઓસ્ટ્રેલિયાના આ વ્યક્તિએ 16 વર્ષની સખત મહેનત કરીને આ અસંભવ કામ કરી બતાવ્યું છે. જેનાથી તેણે પોતાનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આ વ્યક્તિએ કાગળ પર શબ્દોમાં અંકો (Numbers typed in words world record) લખ્યા છે, જેને લખતા તેને 16 વર્ષનો સમય લાગ્યો છે.
પોતાને નામે કર્યો અનોખો અને વિશેષ વર્લ્ડ રેકોર્ડ
આ વ્યક્તિના કાર્યને જોઈ અત્યારે સૌ કોઈ હેરાન પામી ગયું છે. તો ચાલો તેના વિશે થોડી જાણકારી મેળવીએ. ઓસ્ટ્રેલિયાના Mudjimba માં રહેવા વાળા લેસ સ્ટુઅર્ટ (Les Stewart)ને જ્યારે ખબર પડી કે, વિશ્વ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવવા માટે કંઈક ખાસ, વિશેષ અને અનોખું કાર્ય કરવાનું હોય છે. તો તેણે 1082 માં એ નિર્ણય કર્યો હતો કે, તે કંઈક ખાસ કરી બતાવશે. 1982માં તેણે નક્કી કર્યું કે, તે ટાઈપરાઈડરથી 01 થી 10 લાખ સુધીના અંકો શબ્દોમાં લખશે. તમને લાગશે કે, આ કરવું એકદમ સરળ હશે પરંતુ જો આ રેકોર્ડથી જોડાયેલા આંકડા સાંભળશો તો ચોંકી જશો.
Les Stewart (Australia) is the fastest person to have typed out the numbers one to one million on a typewriter.
It took 19,990 quarto sheets and 16 years to complete, finishing on December 7, 1998. pic.twitter.com/6gKvE2WElh
— Guinness World Records (@GWR) January 10, 2022
16 વર્ષમાં લખ્યા 1 થી 10 લાખ સુધીના અંકો
લેસને આ કાર્ય કરવા માટે 16 વર્ષનો સમય લાગ્યો હતો. તેમણે 1982માં આ કામ શરૂ કર્યું હતું અને 7 ડિસેમ્બર 1998માં પૂર્ણ થયું હતું.ઉલ્લેખનીય છે કે, આ કામને પાર પાડવા માટે તેને 16 વર્ષનો સમય લાગ્યો હતો. તેણે 1 થી 10 લાખ સુધીની સંખ્યા શબ્દોમાં લખી (એક, બે, ત્રણ…). આ માટે તેણે 19,990 પાનાનો ઉપયોગ કર્યો અને 7 ટાઈપરાઈટર દ્વારા આ કાર્ય પૂર્ણ કર્યું. સનશાઈન ડેલીએ તેમને આ 7 ટાઈપરાઈટર આપ્યા હતા. તેણે તે ટાઇપરાઇટર સાથે 1000 શાહી રિબનનો પણ ઉપયોગ કર્યો હતો.
આ કાર્ય માટે 19,990 પાનાનો ઉપયોગ કર્યો
ઉલ્લેખનીય છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ વર્ષ 2022માં તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ રેકોર્ડ વિશે પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ફોટામાં તમે જોઈ શકો છો કે ફીતની નજીક રાખવામાં આવેલ પૃષ્ઠોનું બંડલ કેટલું જાડું છે. ટાઇપરાઇટર પર નંબરો કેવી રીતે ટાઇપ કરવામાં આવે છે? ઘણા લોકો પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે વ્યક્તિ ખૂબ જ કંટાળી ગયો હશે, તેથી જ તેણે આવું કામ કર્યું હશે.