India vs Canada : ગુજરાતી કેનેડિયન બિઝનેસમેન તરીકે હું ખુબ વેદના અનુંભવી રહ્યો છું...! વાંચો કોણે કહ્યું
ખાલીસ્તાની મુદ્દે કેનેડા (Canada) અને ભારત (India ) વચ્ચે કડવાહટ ઉભી થઇ છે. બંને દેશો વચ્ચે થયેલા વિવાદના પગલે ભારતે કડક અભિગમ અપનાવીને કેનેડાના રાજદૂતોને ભારત છોડવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ભારત અને કેનેડાના વિવાદના કારણે બિઝનેસ અને વેપારને પણ અસર થઇ રહી છે. કેનેડામાં વસતા ગુજરાતી બિઝનેસમેન હેમંત શાહે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને પત્ર લખ્યો છે. તેમણે વડાપ્રધાન ટ્રુડોને પત્ર લખી કેનેડા ઇન્ડિયા બિઝનેસ અગત્યનો છે અને તેના પર ધ્યાન આપવું જોઇએ તેમ જણાવ્યું છે.
બિઝનેસમેન હેમંત શાહે વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને પત્ર લખ્યો
કેનેડામાં 48 વર્ષથી વેપાર કરતાં બિઝનેસમેન હેમંત શાહે વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોને પત્ર લખીને વેપાર બંને દેશો વચ્ચે કેટલો અગત્યનો છે અને કેટલો જૂનો છે તે વિશે ગંભીરતાથી જણાવ્યું છે. તેમણે પત્રમાં ભારત કેનેડા વચ્ચેના વેપાર સંબંધને લગતા ફેક્ટસ અને ફિગર આપ્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ટ્રુડો પાસે આ ફેક્ટસ અને ફિગર હશે જ કારણ કે તે મોટા લીડર છે. પણ કેનેડિયન બિઝનેસમેન તરીકે અને આટલા વર્ષ કેનેડામાં કામ કર્યા પછી મને એમ લાગ્યું કે મારે કાગળ લખવો જોઇએ અને વડાપ્રધાન ટ્રુડોને આંગળી ચીંધવી જોઇએ.
અમે બધા કેનેડાના અર્થતંત્રમાં સહયોગ આપીએ છીએ
તેમણે એમ પણ કહ્યું છે કે બંને દેશ વચ્ચેના આ રાજકિય મુદ્દાથી બંને દેશની ઇકોનોમી અને ટ્રેડને કેવી અસર થઇ રહી છે તે વિશે મે પત્રમાં માહિતી આપી છે. કેનેડા અને ભારત બંને દેશો એકબીજાને એક્સપોર્ટ કરે છે. કેનેડાએ મસુરદાળ, ફર્ટિલાઇઝર અને પોટાશ સહિતની ચીજો એકસપોર્ટ કરી હતી તો બીજી તરફ ભારતથી હજારો વિદ્યાર્થીઓ કેનેડા આવી રહ્યા છે અને તેઓ કેનેડાને બિલીયન ઓફ ડોલર આપે છે. અહીં ઘણા આઇટી પ્રોફેશનલ છે. અમે બધા કેનેડાના અર્થતંત્રમાં સહયોગ આપીએ છીએ.
મને અકળામણ થતી હતી
હેમંત શાહે કહ્યું કે મને અકળામણ થતી હતી તેથી મને લાગ્યું કે હું બોલીશ અને મારે બોલવું પડ્યું અને લખવું પડ્યું છે. હું બધી ચીજો તેમના ધ્યાનમાં લાવ્યો છું કે કેનેડા ઇન્ડિયા રિલેશનશીપ ખુબ અગત્યની અને મહત્વની છે તેના પર ધ્યાન આપો.
બંને દેશો એકબીજાની જરુરિયાતો પૂર્ણ કરે છે
તેમણે પત્રમાં લખ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચે 1965થી ગાઢ સંબંધ છે જ્યારે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી કેનેડાની મુલાકાતે આવ્યા હતા. કેનેડાના બિઝનેસમેન ત્યારથી ભારત સાથે વેપાર કરે છે અને બંને દેશો એકબીજાની જરુરિયાતો પૂર્ણ કરે છે. કેનેડિયન સિનીયર સિટીઝન તરીકે મે મારું આખુ જીવન કેનેડા અને ભારત વચ્ચેના વેપારને પ્રમોટ કરવામાં ખર્ચ્યું છે. હું તમને વિનંતી કરું છું કે પોલીટીકલ કારણોસર તમે બંને દેશોના વેપારને અસર ના થવા દો.
હું ખુબ વેદના અનુભવી રહ્યો છું
તેમણે પત્રમાં લખ્યું છે કે હું ખુબ ઇમોશનલ ફીલ કરી રહ્યો છું કે મારા બે વાલી કેનેડા અને ભારત લડી રહ્યા છે. હું ખુબ વેદના અનુભવી રહ્યો છું. મારા જેવા હજારો લોકો વતી હું આપને અપીલ કરું છું કે આપ તણાવના બદલે બંને દેશો વચ્ચેના વેપારને ઉત્તેજન આપો. તે જ સમયે તેમણે ભારતના નેતાઓને પણ અપીલ કરી છે કે સમગ્ર મામલાને પોઝીટીવલી જુએ અને વેપારના વિકાસ માટે સતત કાર્ય કરે. તેમણે ભારતના વડાપ્રધાનને પણ આ જ અપીલ કરી છે.ટ
આ પણ વાંચો---ભારતના અલ્ટીમેટમ બાદ ટ્રુડોના તેવર નરમ, કહ્યું ભારત સાથે સારા સંબંધ યથાવત રાખીશું