Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટામેટાના ભાવને ભૂલી જાવ, વિશ્વની સૌથી મોંઘી શાકભાજી ૧ કિલોના ૧.૧૦ લાખ રુપિયા

છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ વધતા જાય છે. ઉત્તર ભારતમાં ટમાટર તરીકે ઓળખાતી આ કિલો સબ્જીનો ભાવ ૮૦ થી ૧૨૦ રુપિયા મળે છે. હોલસેલ બજારમાં એક કિલો ટમેટાનો ભાવ ૬૫ થી ૭૦ રુપિયામાં મળે છે. શાકભાજીના ભાવ વધે ત્યારે મધ્યમવર્ગનું...
ટામેટાના ભાવને ભૂલી જાવ  વિશ્વની સૌથી મોંઘી શાકભાજી ૧ કિલોના ૧ ૧૦ લાખ રુપિયા
Advertisement

છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ વધતા જાય છે. ઉત્તર ભારતમાં ટમાટર તરીકે ઓળખાતી આ કિલો સબ્જીનો ભાવ ૮૦ થી ૧૨૦ રુપિયા મળે છે. હોલસેલ બજારમાં એક કિલો ટમેટાનો ભાવ ૬૫ થી ૭૦ રુપિયામાં મળે છે. શાકભાજીના ભાવ વધે ત્યારે મધ્યમવર્ગનું બજેટ ખોરવાઇ જાય છે. ગૃહીણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બની જાય છે. દરેક સબ્જીના ભાવ શાક માર્કેટમાં માંગ અને પુરવઠા મુજબ જુદા જુદા હોય છે. જો કે વિશ્વની સૌથી મોંધી સબ્જીનો ભાવ જાણીને ચોંકી જશો.

Advertisement

Hop-Shoots Cultivation: How to Grow World's Expensive Crop in Indian Soil,  The Complete Step by Step Guide - Krushi World

Advertisement

એ જાણીને નવાઇ લાગશે કે એક શાકભાજી એવી છે જે ૧.૧૦ લાખ રુપિયાની કિલો મળે છે. આ વિશ્વની સૌથી મોંઘી સબ્જી ગણાય છે. તેની ૧ કિલો કિંમતમાં બે તોલા સોનું ખરીદી શકાય છે. હવે એ જણાવી દઇએ કે આ મોંઘી સબ્જીનું નામ હોપ શૂટસ છે. આ કોઇ એવી સામાન્ય સબ્જી નથી જે શાક માર્કેટમાં સરળતાથી મળી જાય. તે ખાસ ઓર્ડર આપીને મંગાવવી પડે છે.

Advertisement

Organic Hop Shoots Cultivation - Planting In India | Agri Farming

૧ કિલો હોપ શુટસની કિંમત ૭૦ થી ૮૦ હજાર થાય ત્યારે સસ્તું થયું એમ માનવામાં આવે છે. તેની જુદી જુદી કિંમત ગુણવત્તા પરથી નકકી થાય છે. આ સબ્જીના તમામ ભાગ ઉપયોગી છે. હોપ શૂટસના ફૂલોને હોપ કોન્સ કહેવામાં આવે છે. હોપ શૂટસના ફૂલોનો ઉપયોગ મોંઘી દાટ બિયર બનાવવામાં થાય છે. હોપ શુટસ વનસ્પતિનું મૂળ નિવાસસ્થાન ઉત્તર અમેરિકા છે. શંકુ આકારના ફૂલ ઉપરાંત તેની ડાળખીઓનો ઉપયોગ ટીબીની બીમારી મટાડવામાં થાય છે.

Hop Shoots': Bihar Farmer Grows A Vegetable That Costs Rs 85,000 A Kg,  Helps Treat Cancer

હોપ શુટસ તાપમાન માટે ખૂબજ સંવેદનશીલ છે માટે તેને ઉગાડવી અને ઉત્પાદન લેવું અઘરુ બને છે. હોપ શૂટસની હરિફાઇ કરે તેવી બીજી શાકભાજી માત્ર ફ્રાંસમાં જ થતા બા બોનેટે બટાટા છે. અત્યંત દુલર્ભ ગણાતા આલું આઇલ ડી નોઇરમૌટિયર ટાપુ પર ઉગાડવામાં આવે છે. આ વિશિષ્ટ પ્રકારના આલુનો ટેસ્ટ કુદરતી રીતે જ થોડો ખારો હોય છે. ખૂબ માવજત કર્યા પછી વર્ષમાં માત્ર ૧૦ દિવસ જ ઉત્પાદન આપે છે. તેની પણ અંદાજીત કિંમત ૯૦ હજારથી માંડીને ૧ લાખ રુપિયા હોય છે.

દુનિયાની મોંઘી સબ્જીઓના નામ અને કિલોના ભાવ

  • હોપશુટસ - ઉત્તર અમેરિકા - ૧ થી ૧.૧૦ લાખ
  • લા બોનેટે આલુ (પોટેટો) ફ્રાંસ ૯૦ થી ૧ લાખ
  • મત્સુટેક મશરુમ - જાપાન ૭૦ થી ૭૫ હજાર
  • વસાબી રુટ - અમેરિકા ૧૮ થી ૨૦ હજાર
  • યામાશિતા પાલક- ફ્રાંસ ૨ થી ૨.૫૦ હજાર

આપણ  વાંચો -ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, જૈવિક હથિયારની જેમ કર્યો ઉપયોગ, ચીનના જ રિસર્ચરનો ઘટસ્ફોટ

Tags :
Advertisement

Trending News

.

×