EGYPT માં મળ્યું 'CITY OF DEAD' ; ખોદકામમાં MUMMIES થી ભરેલી 300થી વધુ કબરો મળી આવી!
EGYPT ઘણો રહસ્યથી ભરેલો દેશ છે. તેમના પિરામિડને રહસ્યોને હજી પણ કોઈ જાણી શક્યું નથી. ત્યારે હવે EGYPT માંથી વધુ એક રહસ્યમયી ઘટના સામે આવી છે. ઈજીપ્તમાં સંશોધકોને 5 વર્ષના ખોદકામ બાદ મમીથી ભરેલી 300 કબરો મળી આવી છે. વૈજ્ઞાનિકોએ હવે આ જગ્યાને 'સિટી ઓફ ડેડ' નામ આપ્યું છે. 'સિટી ઓફ ડેડ' સાંભળીને જ આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે. એક સાથે 300 જેટલા મડદા મળી આવતા આખા વિશ્વમાં આ સિટી ઓફ ડેડની ચર્ચાઓ થઈ રહી છે. આ કબ્રસ્તાન 2 લાખ 70 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે. 10 સ્થળોએ ખોદકામ દરમિયાન સંશોધકોની ટીમ દ્વારા મળી આવેલી કબરોમાંથી 36 નવી છે. દરેક કબરમાંથી 30-40 લોકોના અવશેષો મળી આવ્યા હતા.
MUMMIES લગભગ 900 વર્ષ જૂના હોઈ શકે છે
‘City of the Dead’ archeologists have now uncovered more than 300 tombs packed with mummieshttps://t.co/wOkgW9DOsP
— European Press (@european_presss) June 30, 2024
મળતી માહિતી અનુસાર હવે કહેવામાં આવી રહ્યું છે કે, આ MUMMIES 6ઠ્ઠી શતાબ્દી પૂર્વેથી 9મી સદીની વચ્ચે લગભગ 900 વર્ષ જૂના હોઈ શકે છે. વધુમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે, 30 થી 40 ટકા અવશેષો શિશુઓ અને કિશોરોના હતા. વૈજ્ઞાનિકો દ્વારા આ મળેલ લોકોના મૃત્યુ પાછળનું કારણ ક્ષય રોગ અથવા એનિમિયા જેવા ચેપી રોગોને માનવામા આવે છે. મિલાન યુનિવર્સિટીના પુરાતત્વવિદોની ટીમ આ અવશેષોની તપાસ કરી રહી છે. પેટ્રિઝિયા પિયાસેન્ટિની આ ટીમનું નેતૃત્વ કરી રહી છે.
વૈજ્ઞાનિકોએ મળેલ અવશેષને ખૂબ જ મોટી ખોજ બતાવી
વૈજ્ઞાનિકોએ મળેલ અવશેષને ખૂબ જ મોટી ખોજ બતાવી છે. અહી ખોદકામના સમય દરમિયાન એક અગત્યની વાત પણ જાણવા મળી છે. ખોદકામમાં જાણવા મળ્યું છે કે, મૃતદેહોને દફનાવતી વખતે તેમના વર્ગને ધ્યાનમાં રાખવામાં આવ્યો હતો. ચુનંદા વર્ગના લોકોને કબરોમાં દફનાવવામાં આવ્યા હતા. અહીં માટીના વાસણો અને લાકડાની કોતરણી મળી આવી છે. જે આ વાતની પુષ્ટિ કરે છે કેળ, સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા લોકોના મૃત્યુ પર, અન્ય લોકો ખાસ ભેટો આપતા હતા. હવે આ મમીઓને સંગ્રહાલયોમાં સંરક્ષણ અને પ્રદર્શન માટે મોકલવામાં આવશે. આ ખોજ બાદ હવે વિશ્વભરમાં આની ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો : સગીર વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ રાખતી મહિલા ટીચરની ખુલી પોલ અને પછી…