Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં અરાજક્તા, કમાન્ડરનું ઘર સળગાવાયું

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકો રસ્તા પર આવી ગયા છે. ઈસ્લામાબાદમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જેમાં આગચંપી અને તોડફોડ જોઈ શકાય છે.મામલાની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને...
ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં અરાજક્તા  કમાન્ડરનું ઘર સળગાવાયું

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકો રસ્તા પર આવી ગયા છે. ઈસ્લામાબાદમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જેમાં આગચંપી અને તોડફોડ જોઈ શકાય છે.મામલાની ગંભીરતાને જોતા પોલીસે સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને પોલીસ સ્પષ્ટપણે કહે છે કે ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઈએ કે અલ કાદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

કોર્પ્સ કમાન્ડરના ઘરની તોડફોડ અને આગચંપી
ઈમરાન ખાનના સમર્થકોએ પાક આર્મીના કોર્પ્સ કમાન્ડરના ઘરની તોડફોડ કરી અને આગ લગાવી. ફૈસલાબાદમાં ISI ઓફિસ પર પથ્થરમારો થયાના સમાચાર છે.

Advertisement

સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ 
ઇમરાનખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે અને વિવિધ શહેરોમાં લોકો રસ્તા પર આવી રહ્યા છે જેને જોતાં
ઈમરાન ખાનની ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

ભીડ રાવલપિંડી આર્મી હેડક્વાર્ટરમાં પ્રવેશી
મળતી માહિતી મુજબ વિરોધ કરી રહેલી ભીડ રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટરમાં ઘૂસી ગઈ છે. બીજી તરફ ઠેર ઠેર રસ્તા પર વાહનોને આગચંપી પણ કરવામાં આવી છે.

Advertisement

ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે
ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરાયેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ક્વેટામાં પીટીઆઈના એક સમર્થકની હત્યા
પાકિસ્તાનના ક્વેટામાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ દાવો કર્યો છે કે એક કાર્યકરનું મોત થયું છે અને અન્ય ચાર કાર્યકરોને ગોળી વાગી છે.
કરાચીમાં પીટીઆઈના કાર્યકરો પર ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા

ટીયરગેસના સેલ છોડાયા
કરાચીમાં પીટીઆઈ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને સમર્થન કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્થિતિ વણસતા જોતા પોલીસે પીટીઆઈ કાર્યકરો પર ટીયર ગેસના શેલ છોડ્યા છે.

આ પણ વાંચો---પાકિસ્તાની ક્રિકેટના સફળ કેપ્ટન પણ રાજકારણ જેલ સુધી દોરી ગયું…વાંચો, ઇમરાન ખાન આખરે કોણ છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.