Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સબમરીનમાં ફસાયેલા તમામ 5 લોકોના કરૂણ મોત, કંપનીએ જાહેર કર્યું નિવેદન

છેલ્લા ઘણા દિવસોથી એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટન સબમરીનની શોધ ચાલી રહી હતી, જેને લઇને હવે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા છે. આ વાતની પુષ્ટિ સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે કરી...
સબમરીનમાં ફસાયેલા તમામ 5 લોકોના કરૂણ મોત  કંપનીએ જાહેર કર્યું નિવેદન

છેલ્લા ઘણા દિવસોથી એટલાન્ટિક મહાસાગરમાં ટાઇટન સબમરીનની શોધ ચાલી રહી હતી, જેને લઇને હવે દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, સબમરીનમાં સવાર તમામ પાંચ લોકોના કરૂણ મોત થયા છે. આ વાતની પુષ્ટિ સબમરીન ઓપરેટિંગ કંપની ઓશનગેટે કરી છે. કંપનીએ આ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું છે. આ નિવેદનમાં, કંપનીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Advertisement

ગુમ થયેલ સબમરીનમાં સવાર 5 લોકોના મોત

Advertisement

Oceangate કંપનીના જણાવ્યા અનુસાર ટાઈટેનિકને જોવા પાંચ લોકો સાથે રવાના થયેલી સબમરીનનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આવી સ્થિતિમાં હવે વહાણમાં સવાર તમામ લોકોને મૃત માનવા જોઈએ. કંપનીએ આ ઘટના વિશે જણાવ્યું છે કે ટાઇટેનિક તરફ જતી ગુમ થયેલી સબમરીન પર સવાર પાંચ ક્રૂ સભ્યો તેમના જહાજના "આપત્તિજનક વિસ્ફોટ"માં મૃત્યુ પામ્યા છે. કંપનીએ આ અંગે એક નિવેદન પણ જાહેર કર્યું છે. ગુમ થયેલી સબમરીનને શોધી રહેલા યુએસ કોસ્ટ ગાર્ડે કહ્યું છે કે, તેમને ડૂબી ગયેલા જહાજ ટાઈટેનિકની નજીક થોડો કાટમાળ મળ્યો છે. કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, ગુમ થયેલી સબમરીનની શોધખોળ દરમિયાન ટાઇટેનિક નજીક કાટમાળ મળ્યો છે, જેને નીકાળવાનું કામ ચાલુ છે. 'ટાઈટન' નામની આ સબમરીનમાં પાંચ લોકો સવાર છે. આશંકા છે કે તેમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે. એપ્રિલ 1912માં ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજનો કાટમાળ જોવા માટે એટલાન્ટિક મહાસાગરમાં સબમરીન ગુમ થયાને 96 કલાકથી વધુ સમય વીતી ગયો છે. આવી સ્થિતિમાં સબમરીનમાં જેટલા કલાકો ઓક્સિજન ઉપલબ્ધ છે તે પણ સમાપ્ત થઈ ગયો છે.

Advertisement

જાણો કોણ કોણ છે સબમરીનમાં સવાર

સબમરીન પર બ્રિટિશ અબજોપતિ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, 48 વર્ષીય પાકિસ્તાની બિઝનેસમેન શહજાદા દાઉદ અને તેનો 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ, ફ્રેન્ચ એક્સપ્લોરર પોલ હેનરી નરગેલેટ અને ઓસેનગેટના CEO સ્ટોકટન રશ પણ હાજર હતા. ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટને કહ્યું કે, તેને ખબર નથી કે તે લોકો ક્યાં છે. બુધવારે, ટાઇટેનિકના કાટમાળ નજીકથી રેકોર્ડ થયેલા અવાજોના આધારે શોધનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 25,000 ચોરસ કિલોમીટરથી મોટા વિસ્તારમાં તેની શોધ કરવામાં આવી રહી છે. સંપર્ક ગુમાવવાના સમયે, ટાઇટન પાસે લગભગ 96 કલાક ઓક્સિજન બાકી હતો. નિષ્ણાતો કહે છે કે 96 કલાક પૂરા કરવામાં ઘણો સમય વીતી ગયો છે. અત્યાર સુધીમાં ઓક્સિજન ખતમ થઈ ગયો હશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જહાજમાં સવાર 5 પ્રવાસીઓના બચવાની સંભાવના પણ સમાપ્ત થઈ ગઈ છે. ઓશનગેટમાં રોકાણ કરનારા રોકાણકાર એરોન ન્યુમેને દાવો કર્યો હતો કે ટાઇટન સબમરીનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 24 કલાક પછી સપાટી પર પાછી આવી જાય. પરંતુ લગભગ 4 દિવસ વીતી જવા છતાં પણ સબમરીનનો ક્યાંય પત્તો લાગ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, 18 જૂનના રોજ, અમેરિકન કંપની ઓશનગેટની આ સબમરીન ટાઇટેનિકના કાટમાળને બતાવવા માટે તેની યાત્રા પર નીકળી હતી. ભંગાર સુધી પહોંચવા, ત્યાં ફરવા અને પછી પાછા આવવા માટે ટાઇટેનિકનો પ્રવાસ લગભગ 8 કલાક ચાલે છે. ટાઇટેનિકના કાટમાળની નજીક જતા બે કલાક લાગે છે. 4 કલાક સુધી સબમરીન ભંગારની આસપાસનો નજારો બતાવે છે. જે બાદ પરત ફરવામાં પણ લગભગ 2 કલાક લાગે છે. અચાનક ગુમ થયેલી આ સબમરીનને શોધવી સરળ ન હોતી. યુએસ કોસ્ટ ગાર્ડના પ્રવક્તાએ કહ્યું હતું કે આ ખૂબ જ મુશ્કેલ બચાવ કામગીરી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ સર્ચ ઓપરેશનમાં સર્ચ ટીમને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે પાણીમાં દૃશ્યતા હતી.

આ પણ વાંચો - ટાઈટેનિક બતાવવા માટે લઇ જતી સબમરીનનો ક્યાંય પત્તો નહીં, હવે ફક્ત ગણતરીના કલાકોનો ઓક્સિજન બચ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.