Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Nana Patekar-आ गए मेरी मौत का तमाशा देखने' સંવાદ કેવી રીતે નિપજ્યો ?

Nana Patekar-અભિનય શ્વસતો કલાકર. નાના પાટેકરે તેમની કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મમાં કોઈ પણ રોલ હોય પણ નાના પાટેકર છવાઈ જતા. ચર્ચા તેમના અભિનયની જ થતી. Nana Patekar પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્તા. 'પરિંદા' થી 'તિરંગા'...
nana patekar आ गए मेरी मौत का तमाशा देखने  સંવાદ કેવી રીતે નિપજ્યો

Nana Patekar-અભિનય શ્વસતો કલાકર. નાના પાટેકરે તેમની કારકિર્દીમાં એકથી એક ચડિયાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મમાં કોઈ પણ રોલ હોય પણ નાના પાટેકર છવાઈ જતા. ચર્ચા તેમના અભિનયની જ થતી.

Advertisement

Nana Patekar પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્તા. 'પરિંદા' થી 'તિરંગા' સુધી, નાના પાટેકર કલ્ટ ક્લાસિકમાં તેમના અભિનયથી એક અલગ જ  છાપ છોડવામાં સફળ રહ્યા હતા. નાનાની સૌથી લોકપ્રિય ફિલ્મોની વાત કરીએ તો, તિરંગા, પરિંદા અને પ્રહાર  સિવાય તેમાં 'ક્રાંતિવીર'નું નામ પણ સામેલ છે. ક્રાંતિવીરના ઘણા સંવાદો પણ લોકપ્રિય હતા. 'ये मुसलमान का खून, ये हिंदू का खून...' ' દરેકને યાદ છે. આ ફિલ્મનો એક અન્ય ફેમસ ડાયલોગ છે, જેની પાછળની સ્ટોરી પણ ખૂબ જ જબરદસ્ત છે.

નાના પાટેકરનો આ ડાયલોગ સુપરહિટ છે

ખરેખર, ક્રાંતિવીરના ક્લાઈમેક્સ પહેલા નાના પાટેકરની તબિયત સારી ન હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે હોસ્પિટલમાંથી રજા લીધી અને સીધા શૂટિંગ સેટ પર ગયા. ફિલ્મના ક્લાઈમેક્સમાં, ફાંસીની સજા પહેલા Nana Patekarર એક ડાયલોગ બોલે છે 'आ गए मेरी मौत का तमाशा देखने' આ ડાયલોગ ખૂબ જ  હિટ રહ્યો. દર્શકોને આજે પણ આ ડાયલોગ યાદ છે. પરંતુ, નાના પાટેકરે કહે  છે કે આ ડાયલોગ ફિલ્મની સ્ક્રિપ્ટમાં નથી. આ ડાયલોગ એમનું ઈંપ્રોવાઈઝેશન  હતું.

Advertisement

'आ गए मेरी मौत का तमाशा देखने' સંવાદ કેવી રીતે તૈયાર થયો?

નાના પાટેકરે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે આ વાતચીતમાં જણાવ્યું કે તે ઘણીવાર લેખન તબક્કે જ ફિલ્મના પાત્ર પર કામ કરે છે. આ સમય દરમિયાન, તેના મગજમાં જે પણ સંવાદ સૂઝે છે, તેને સંવાદમાં ઉમેરે છે. ક્રાંતિવીરના ક્લાઈમેક્સ ડાયલોગમાં પણ એવું જ થયું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે સેટ પર પહોંચ્યા હતા.  જ્યારે તે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે આ લાઈન તેમના મગજમાં આવી અને તેમણે ડાયલોગમાં ઉમેરી દીધી. જે હિટ થઈ ગઈ.

6-7 દિવસનું શૂટિંગ અઢી કલાકમાં પૂરું કર્યું

વાતચીત દરમિયાન નાના પાટેકરે કહ્યું- 'હું હોસ્પિટલમાં હતો અને બીજા દિવસે ક્રાંતિવીરનું શૂટિંગ હતું. મેં કહ્યું, જો હું આજે મરીશ તો કાલે મારા નિર્માતા અને દિગ્દર્શક મરી જશે. મે ડૉક્ટરને વાત કરી કે ફિલ્મ શૂટ તો કરવું જ પડશે નહીતર નિર્માતા ખોટમાં જશે. તો ડોક્ટર પણ મારી સાથે શૂટિંગમાં આવ્યા. તેમણે 3-4 કાર્ડિયોગ્રામ કરાવ્યા. પરંતુ, ડૉક્ટરે કહ્યું કે 2-3 દિવસ આરામ કરો, પછી જ શૂટિંગ કરો. નાના પાટેકરે ખુલાસો કર્યો હતો કે તેમને છાતીમાં દુખાવો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફિલ્મનો ક્લાઈમેક્સ 6-7 દિવસમાં શૂટ કરવાનો હતો, પરંતુ હોસ્પિટલમાંથી રજા લઈને તેમણે 2-3 કલાકમાં જ શૂટિંગ પૂરું કર્યું.

Advertisement

આને કહેવાય Dedication to work.

આ પણ વાંચો- Mohammed Rafi-‘‘बाबुल की दुआएँ लेती जा’ ગીત રડતાં રડતાં ગાયેલું 

Advertisement

.