Kutch: આડા સબંધની આશંકાએ યુવકનું ઢીમ ઢાળી દેવાયું, ઝાડ સાથે બાંધી માર માર્યો અને...
Kutch: રાજ્યમાં અત્યારે ક્રાઈમની ઘટના સતત વધી રહી હોય એવું લાગી રહ્યું છે. સુરત અને અમદાવાદ બાદ હવે કચ્છ (Kutch)માં પણ હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, કચ્છના ભચાઉ તાલુકાના ચોબારીમાં એક યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે વાડી વિસ્તારમાં કોળી યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી.
યુવકને ઝાડ સાથે બાંધી માર માર્યો બાદમાં ટૂંપો દઇ દીધો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આડા સબંધની આશંકાએ યુવકનું ઢીમ ઢાળી દેવાયું હતું. મળતી જાણકારી પ્રમાણે યુવકને ઝાડ સાથે બાંધી માર માર્યો બાદમાં ટૂંપો દઇ દીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે મોહન કોલી અને પુત્ર હરેશ તેમજ કિશોરે હત્યા કરી હોવાનો આરોપ થઈ રહ્યો છે. આ મામલે અત્યારે ભચાઉ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધ્યો છે, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે, માત્ર શંકાના આધારે એક યુવકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય ઝઘડાની ઘટના કરપીણ હત્યામાં ફેરવાઈ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અમદાવાદમાં પણ એક સાથે 24 કલાકમાં બે જગ્યાએ હત્યાના બનાવ બન્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો માત્ર સામાન્ય ઝઘડો થયો અને બાદમાં વિવાદ એટલો વધી કર્યો કે, વાત હત્યા સુધી પહોંચી ગઈ હતી. જોકે, આ મામલે અત્યારે અમદાવાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગુજરાતમાં સતત ક્રાઈમ રેટ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગુજરાતમા હવે છાસ વારે હત્યાની ઘટનાઓ બની રહીં છે. તો તેની સામે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ કાર્યવાહી પણ કરી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસે હજી વધારે તકેદારી રાખવાની ખુબ જ જરૂર છે.