પાલનપુરની યાના પટેલ યોગામાં મેળવી ચુકી છે અભુતપૂર્વ સિદ્ધી
અહેવાલ - સચિન શેખલીયા, બનાસકાંઠા
પાલનપુરની એક બાળા છેલ્લા 2 વર્ષથી યોગામાં સ્ટેટ અને નેશનલ લેવલે સિલ્વર, બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે. જોકે આ બાળાએ યોગાનું જ્ઞાન તેની માતા પાસેથી જ મેળવ્યું. આ બાળાની માતા જ તેને યોગા શીખવી રહી છે અને માતા પાસેથી મેળવેલ જ્ઞાન થકી આ બાળાએ પોતાનું નામ જિલ્લા સ્ટેટ અને નેશનલ લેવલે ગુંજતું કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના બેચરપુરા વિસ્તારમાં રહેતી 10 વર્ષીય યાના પટેલ નામની બાળા શરૂઆતમાં ડાન્સ પર્ફોમન્સ કરતી હતી. આ બાળાએ સુપર ડાન્સ ડી આઇ ડી, ડાન્સ દીવાને તેમજ કોલિંગ રાઉન્ડ સુધી પસંદગી પામી હતી.પરંતુ કોરોના સમયે લોકડાઉન આવી જતા ડાન્સના તમામ ક્લાસીસ બંધ થઈ ગયા અને આ બાળાએ પોતાના બંધ ઘરમાં એકલવાયું મહેસુસ અનુભવતી હતી.
જોકે આ બાળાની માતા શીતલબેને કહ્યું, તું હાર ન માન અને બાળા ને તેની માતાએ જ યોગા શીખવવાનું શરૂ કર્યું અને આ બાળાએ લોકડાઉનમાં જ યોગા કરવાનું શરૂ કર્યું જોકે શરૂઆતમાં આ બાળા એ ઓનલાઈન યોગા કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો ત્યારબાદ સોમનાથ સુરત અમદાવાદ પંજાબ મુંબઈ નડિયાદ થરા તેમજ વડોદરાના કાયાવરણ ખાતે અનેક કોમ્પિટિશનમાં બ્રોન્જ, સિલ્વર તેમજ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આજે પણ આ દીકરી પૂજા યાદવના જેમ જ ખૂબ આગળ વધવા માંગે છે જેને લઈ આ બળા ના માતાપિતા આ બાળા ને ખૂબ મદદરૂપ બની રહ્યા છે.
મારી દીકરી પહેલા ડાન્સમાં ખૂબ રુચિ ધરાવતી હતી પરંતુ કોરોના સમયમાં ક્લાસ બંધ થઈ જતા હું તેને અત્યારે યોગાના ક્લાસ કરાવી રહી છું અને મારી દીકરી આજે ખૂબ આગળ વધી રહી છે જે મને ખૂબ જ ગર્વ છે.
શીતલબેન પટેલ - યાનાની માતા
દરેક બાળકના માતા-પિતાનું સપનું હોય છે કે પોતાનું સંતાન ખૂબ જ આગળ વધે તેવી જ રીતે મારી દીકરી યોગામાં ખૂબ જ મહેનત કરી રહી છે અને ખૂબ જ આગળ વધી સમાજનું તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે જેને લઇ અમે ખૂબ ખુશ છીએ.
ડો.વી.એસ.પટેલ - યાના ના પિતા
મને પહેલા ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો પરંતુ લોકડાઉન આવી જતા હું નારાજ થઈ હતી ત્યારબાદ મારી મમ્મી એ મને સમજાવતા હું યોગા શરૂ કર્યા હતા અને આજે યોગામાં ખૂબ ખૂબ જ સારું રાખવામાં જ કરી રહી છું મારું સપનું છે કે હું પણ પૂજા યાદવ જેમ જ આગળ વધુ તે માટે હું ખૂબ જ મહેનત કરું છું અને મારા માતા-પિતા મને ખૂબ જ સપોર્ટ કરે છે.
યાના પટેલ
આ પણ વાંચો : કચ્છની નાનકડી નીધિની ટેલેન્ટ જોઇને બોલી ઉઠશો…વાહ..