Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rain Forecast :ક્યારથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ, હવામાન વિભાગે આપી માહિતી

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે પરંતુ ત્યાર બાદ ફરી એકવાર વરસાદ તોફાની રૂપ ધારણ કરી શકે છે. જેમાં 18 જુલાઈ બાદ...
rain forecast  ક્યારથી શરૂ થશે વરસાદનો ત્રીજો રાઉન્ડ  હવામાન વિભાગે આપી માહિતી
Advertisement

રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે પરંતુ ત્યાર બાદ ફરી એકવાર વરસાદ તોફાની રૂપ ધારણ કરી શકે છે. જેમાં 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે.

Advertisement

હવામાન વિભાગે આ પહેલા છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી

આગામી દિવસોમાં રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ પહેલા છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. દક્ષિણ મધ્ય ઉત્તરપ્રદેશ પર બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Advertisement

તાપમાનમાં  મોટો ફેરફાર સંભાવના 

ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ વચ્ચે તાપમાનમાં મોટો ફેરફારની સંભાવના ન હોવાનું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના દક્ષિણ મધ્યમાં એક સર્ક્યુલેશન બનેલું છે, તેનું એક્સ્ટેન્ડેડ ટર્ફ છે તે ગુજરાત તરફ આવે છે. આ એક્સ્ટેન્ડેડ ટર્ફનો અંત દક્ષિણ ગુજરાતમાં થઈ રહ્યો છે માટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ 

તેમજ આ પછી ટર્ફ કઈ સ્થિતિમાં ગતિ કરે છે તેના આધારે આગાળની આગાહી કરવામાં આવશે.18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે તેમ પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે 17 અને 18 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં બફારો વધતાં અસહ્ય ઉકળાટમાં લોકો પરસેવે રેબઝેબ થયાં છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઉકળાટમાં સતત વધારો થયો છે. જેમાં પણ આગામી દિવસોમાં રાહત જોવા મળી શકે છે.

આ પણ  વાંચો-HAPPY BIRTHDAY :ગુજરાતના મૃદુ અને મક્કમ એવા CM BHUPENDRA PATEL નો આજે જન્મ દિવસ

Tags :
Advertisement

.

×