Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરામાં તસ્કરને પડકારનાર સિક્યોરિટી યુવકની હત્યા 

અહેવાલ----દિકેશ સોલંકી, વડોદરા વડોદરામાં નેશનલ હાઇવે પર APMC માર્કેટ પાસે આવેલી ચા નાસ્તાની કેબિનમાં ચોરી કરી રહેલા શખ્સને ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડે પડકારતાં તસ્કરે ઉશ્કેરાઇ જઇને સિક્યોરિટી ગાર્ડ યુવક છરીના ઘા ઝીંક્યા હતા જેમાં યુવકનું મોત થયું હતું. આ યુવકના...
વડોદરામાં તસ્કરને પડકારનાર સિક્યોરિટી યુવકની હત્યા 
અહેવાલ----દિકેશ સોલંકી, વડોદરા
વડોદરામાં નેશનલ હાઇવે પર APMC માર્કેટ પાસે આવેલી ચા નાસ્તાની કેબિનમાં ચોરી કરી રહેલા શખ્સને ત્યાં રહેલા સિક્યોરિટી ગાર્ડે પડકારતાં તસ્કરે ઉશ્કેરાઇ જઇને સિક્યોરિટી ગાર્ડ યુવક છરીના ઘા ઝીંક્યા હતા જેમાં યુવકનું મોત થયું હતું. આ યુવકના 4 દિવસ પછી લગ્ન થવાના હતા. ભરવાડ યુવકની હત્યા થતાં સમગ્ર સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી.
આરીફે વિજય પર છરી વડે હુમલો કર્યો 
પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ હાઇવે પર APMC માર્કેટ પાસે મિનાક્ષી ટ્રાન્સપોર્ટ ગોડાઉન આવેલું છે અને આ ગોડાઉનમાં સિક્યોરીટી તરીકે  સુરેશ ભરવાડ નામનો યુવક નોકરી નોકરી કરતો હતો. રવિવારે  રાત્રે 12-30 વાગે સુરેશ જ્યારે પોતાની નોકરી પર હતો ત્યારે સામે એપીએમસી પાસે ચા નાસ્તાની કેબિન બાજુથી અવાજ આવતાં સુરેશ ત્યાં પહોંચ્યો હતો. સુરેશે ત્યાં જઇને જોતાં તસ્કર આરિફ શેખે કેબિનમાં ચોરી કરવાનો પ્રયાસ કરતો હોવાનું જણાતા સુરેશે તેને પડકાર્યો હતો જેમાં ઉશ્કેરાયેલા આરીફે સુરેશ પર અચાનક હુમલો કરી દીધો હતો અને તેને છરીના ઘા માર્યા હતા જેમાં સુરેશનું મોત થયું હતું.
કડક કાર્યવાહી કરવા માગ
યુવકની હત્યા થતાં સમગ્ર માલધારી સમાજ એસએસજી હોસ્પિટલ ખાતે ધસી આવ્યો હતો અને યુવકની હત્યા કરનારા શખ્સ આરીફ શેખને તત્કાળ પકડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી. મૃતક યુવકના 4 દિવસ પછી લગ્ન હતા અને તેના કારણે સમગ્ર સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી. સમગ્ર મામલે બાપોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.