Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : દેશમાં પ્રથમ વખત રેલવે ડિવિઝનમાં ફ્લોટર કેમેરાનો પ્રયોગ

VADODARA : ચોમાસાને પહોંચી વળવા વડોદરા રેલવે મંડળ (VADODARA RAILWAY DIVISION) સંપૂર્ણ રીતે તૈયાર છે, વડોદરા રેલવે મંડળ (ડિવીઝન) માં સૌપ્રથમવાર ઢંકાયેલા ગટર અને કલ્વર્ટના સર્વે અને મોનિટરિંગ માટે ફ્લોટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેએ ચોમાસા પહેલાની...
vadodara   દેશમાં પ્રથમ વખત રેલવે ડિવિઝનમાં ફ્લોટર કેમેરાનો પ્રયોગ
Advertisement

VADODARA : ચોમાસાને પહોંચી વળવા વડોદરા રેલવે મંડળ (VADODARA RAILWAY DIVISION) સંપૂર્ણ રીતે તૈયાર છે, વડોદરા રેલવે મંડળ (ડિવીઝન) માં સૌપ્રથમવાર ઢંકાયેલા ગટર અને કલ્વર્ટના સર્વે અને મોનિટરિંગ માટે ફ્લોટર કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલવેએ ચોમાસા પહેલાની વિવિધ તૈયારીઓ માટે મિશન મોડ પર કામ શરૂ કર્યું છે.

Advertisement

રિમોટ ઓપરેટેડ ફ્લોટર કેમેરા તૈનાત

વડોદરા રેલવે મંડળના એન્જીનિયર સુમિત ઠાકુરે જણાવ્યું કે, આગામી ચોમાસા દરમિયાન મંડળ પર અવિરત ટ્રેન સેવાઓ ચાલુ રહે તે માટેસંબંધિત કાર્યોના લક્ષ્યાંકો સુધી પહોંચવા માટે કમર કસી લેવામાં આવી હતી. આ કામો સમય પહેલા પૂર્ણ કરી લીધા છે. કલ્વર્ટ અને નાળાઓની સફાઈ અને ડિસિલ્ટિંગ, ટ્રેક પરની ગંદકી અને કચરો સાફ કરવા, પાવર પંપ મુકવા, વૃક્ષોનું ટ્રીમીંગ વગેરે કામો મિશન મોડમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. આ વર્ષે, વડોદરા વિભાગે પુલ અને પુલોની તસ્વીરો કેપ્ચર કરવા માટે રિમોટ ઓપરેટેડ ફ્લોટર કેમેરા તૈનાત કર્યા છે. જે મેન્યુઅલી એક્સેસ કરવા શક્ય નથી. ભારતીય રેલ્વેમાં આ રીતનો પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. રિમોટ ઓપરેટેડ કેમેરામાં ઇનબિલ્ટ લાઇટિંગ સિસ્ટમ છે જે અંધારામાં પણ ભૂગર્ભ કલ્વર્ટની સ્પષ્ટ તસ્વીરો મેળવવામાં મદદ કરે છે. જેની તસવીરોની મદદથી પુલની સફાઈ કરવામાં આવી રહી છે.

Advertisement

ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો

વધુ વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરા વિભાગે 129 કલ્વર્ટની સફાઈ પૂર્ણ કરી છે, અને લગભગ 168 કિલોમીટર નાળાઓની સફાઈ કરવામાં આવી છે. ઉપરાંત, યાર્ડમાં પાણીના પ્રવાહની પેટર્નનો અભ્યાસ કરવામાં આવ્યો છે, અને પાણીના સરળ નિકાલ માટે નવા ગટર અને મેનહોલ બનાવવામાં આવ્યા છે. કલ્વર્ટની ઊંડી સફાઈ કરવા માટે સક્શન/ડી-સ્લડિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કલ્વર્ટ અને નાળાઓમાં ચોક પોઈન્ટની દેખરેખ, સફાઈ અને તેની ઓળખ માટે પૂરની સંભાવનાવાળી જગ્યાઓ પર ડ્રોન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિવિધ સ્થળોએ 137 પંપ મુકવામાં આવ્યા છે.

ફ્લડ ગેજ લગાવવામાં આવ્યા

વધુમાં જણાવ્યું કે, ઉપરાંત રેલ્વે વર્કશોપ અને કોલોની વગેરેમાં પણ 46 પંપ લગાવવામાં આવ્યા છે. રીયલ ટાઇમ અને ઓફીશીયલ વરસાદના ડેટા મેળવવા માટે 15 ઓટોમેટિક રેઈન ગેજ (ARG) મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જગ્યાએ ફ્લડ ગેજ લગાવવામાં આવ્યા છે. જોખમી વૃક્ષોને ટ્રીમ કરવામાં આવ્યા છે. સાથે જ ચોમાસાને ધ્યાને રાખીને અનેક પગલાં લેવામાં આવ્યા છે.

ચોમાસાનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું

વધુમાં તેમણે ઉમેર્યું કે, પાછલા ચોમાસાના અનુભવના આધારે રેલ્વે પરિસરમાં પૂરના સંભવિત વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે, અને આ સ્થળોએ વિવિધ સાવચેતીના પગલાં પૂર્ણ કરવામાં આવ્યા છે. ટ્રેકની સ્થિતિ પર નજર રાખવા માટે પેટ્રોલિંગમેન અને બ્રિજ ગાર્ડ દ્વારા ચોમાસાનું પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ચોમાસા અને હવામાનની ચેતવણીઓ દરમિયાન પાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ સાથે સંકલન કરવામાં આવ્યું છે. વડોદરા રેલવે મંડળ વિવિધ પાલિકાઓ સાથે ગાઢ સંકલનમાં છે, જેથી જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવામાં આવે, જેને લઇ પુલ અને ટ્રેકને અસર થાય ત્યારે વડોદરા મંડળને સમયસર માહિતી મળી શકે.

આ પણ વાંચો -- AHMEDABAD : શહેરના 69 ઓવર બ્રિજ રિપેર કરવાની હાલતમાં

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

VADODARA : વિશ્વામિત્રી નદીના સફાઇ કામના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટરનો 'લોભ' છલકાયો

featured-img
અમદાવાદ

Martyrs' Day: 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે થંભી જશે ગુજરાત, મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ

featured-img
ગુજરાત

Martyr's Day : जो शहीद हुए हैं उनकी ज़रा याद करो क़ुरबानी

featured-img
સુરત

Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા

featured-img
ગુજરાત

VADODARA : VMC ના સ્થાયી સમિતિના સભ્ય દ્વારા ચેરમેનની 'ગજબ બેઇજ્જતી'

featured-img
ક્રાઈમ

Ahmedabad ઈન્ટનેશનલ એરપોર્ટ પરથી પકડાયું ડ્રગ્સ, હાઈડ્રોફોનિક વીડ મામલે તપાસ શરૂ

×

Live Tv

Trending News

.

×