Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Students Trapped in Manali: મનાલીની ખીણમાં 45 વિદ્યાર્થીઓ અટવાયા, બાળકોને મૂકીને મેનેજમેન્ટ ફરાર!

Students Trapped in Manali: પ્રવાસ કરવો બાળકો માટે ખુબ જ આવશ્યક હોય છે પરંતુ તેના માટે જે તે શાળા કે, સંસ્થાએ પૂરતી જવાબદારી રાખવી પડે છે. પરંતુ શું એવું બને કે, તમે તમારા બાળકોને પ્રવાસે મોકલ્યા હોય અને સંચાલકો બાળકોને...
students trapped in manali  મનાલીની ખીણમાં 45 વિદ્યાર્થીઓ અટવાયા  બાળકોને મૂકીને મેનેજમેન્ટ ફરાર

Students Trapped in Manali: પ્રવાસ કરવો બાળકો માટે ખુબ જ આવશ્યક હોય છે પરંતુ તેના માટે જે તે શાળા કે, સંસ્થાએ પૂરતી જવાબદારી રાખવી પડે છે. પરંતુ શું એવું બને કે, તમે તમારા બાળકોને પ્રવાસે મોકલ્યા હોય અને સંચાલકો બાળકોને મુકીને ભાગી જાય તો? તમને જણાવી દઈએ કે, શાળા પ્રવાસમાં મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓને યુનિવર્સલ ક્બલ દ્વારા પ્રવાસે લઈ જવામાં આવ્યા છે. ધોરણ-10ના કુલ 80 વિદ્યાર્થીઓને પ્રવાસે લઇ જવાયા છે.

Advertisement

ચાલુ વરસાદમાં મનાલીની ખીણ વચ્ચે વિદ્યાર્થીઓને ભારે પરેશાન

મહત્વની વાત એ છે કે, મનાલીમાં પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હોય તેવા વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ કહીં રહ્યા છે કે, મનાલી (Manali) ખાતે 45 વિદ્યાર્થીઓને મૂકીને મેનેજમેન્ટ ફરાર થઈ ગયો હતો. નોંધનીય છે કે, મનાલીમાં અત્યારે વરસાદનું વાતાવરણ છે. જેથી ભર વરસાદમાં મનાલીની ખીણ વચ્ચે વિદ્યાર્થીઓને ભારે પરેશાન થઈ રહ્યા છે તેવા વીડિયો વિદ્યાર્થીઓએ ઉતાર્યા છે. આખરે શાં માટે મેનેજમેન્ટ આ રીતે વિદ્યાર્થીઓને મુકીને ફરાર છે? તે અંગે સવાલ છે. હવે વાલીઓ કોના ભરોસે પોતાના બાળકોને પ્રવાસે મુકે?

45 વિદ્યાર્થીઓને ખીણોની અધવચ્ચે મૂકી મેનેજમેન્ટ ફરાર

એટલું જ નહીં પરંતુ આ મામલે જવાબદાર કોઇ વ્યક્તિ જવાબ આપતા ન હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે.મળતી વિગતો પ્રમાણે મનાલી (Manali)માં ચાલુ વરસાદે 45 વિદ્યાર્થીઓને ખીણોની અધવચ્ચે મૂકી મેનેજમેન્ટ ચાલ્યા જતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે. એટલું જ નહીં પરંતુ જવાબદાર કોઇ વ્યક્તિ જવાબ ના આપતા હોવાથી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે, શાળા પ્રવાસમાં મોકલતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો: Yamunotri Dham યાત્રા રાખવી પડશે માંકૂફ, જાણો ઉત્તરકાશી પોલીસે લોકોને શું કરી નમ્ર અપીલ…

આ પણ વાંચોNavsari: નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા! 2 નો આબાદ બચાવ, 4 લાપતા

આ પણ વાંચો: NEET EXAM SCAM: NEET પરીક્ષા કાંડના માસ્ટરમાઈન્ડ તુષાર ભટ્ટ અન આરીફ વ્હોરાની રાજસ્થાનથી કરાઇ ધરપકડ

Tags :
Advertisement

.