Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : દિવાળીના દિવસે આ પરિવારની ગૃહિણીઓની કરાય છે પૂજા

અહેવાલ--સાગર ઠાકર, જૂનાગઢ જૂનાગઢના કોટેચા પરિવારની અનોખી પરંપરા દિવાળીના દિવસે ગૃહિણીઓની કરે છે પૂજા પરિવારની ગૃહિણીઓ જ સાચી લક્ષ્મી પરિવારના પુરૂષો મહિલાઓની કરે છે પૂજા દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મીનું પૂજન અર્ચન થાય છે. ધનતેરસ થી લઈને ભાઈબીજ સુધીના દિવાળીના તહેવારમાં...
junagadh   દિવાળીના દિવસે આ પરિવારની ગૃહિણીઓની કરાય છે પૂજા

અહેવાલ--સાગર ઠાકર, જૂનાગઢ

Advertisement

જૂનાગઢના કોટેચા પરિવારની અનોખી પરંપરા
દિવાળીના દિવસે ગૃહિણીઓની કરે છે પૂજા
પરિવારની ગૃહિણીઓ જ સાચી લક્ષ્મી
પરિવારના પુરૂષો મહિલાઓની કરે છે પૂજા

દિવાળીના તહેવારમાં માતા લક્ષ્મીનું પૂજન અર્ચન થાય છે. ધનતેરસ થી લઈને ભાઈબીજ સુધીના દિવાળીના તહેવારમાં લક્ષ્મી પૂજનનું અનેરૂં મહત્વ રહેલું છે. સામાન્ય રીતે લોકો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતાં હોય છે પરંતુ જૂનાગઢનો કોટેચા પરિવાર ઘરની ગૃહિણીઓને જ સાચી અને સાક્ષાત લક્ષ્મી માનીને તેની પૂજા કરે છે.

Advertisement

ગૃહિણીઓની પૂજા કરવાની પરંપરા છેલ્લા 40 વર્ષથી ચાલી આવે છે

Advertisement

જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પરિવારમાં દિવાળીના દિવસે ગૃહિણીઓની પૂજા કરવાની પરંપરા છેલ્લા 40 વર્ષથી ચાલી આવે છે. પરિવારના દરેક પરુષો પોતાની પત્નીની પૂજા કરે છે, તેની આરતી ઉતારે છે અને સમગ્ર વર્ષ દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમાયાચના કરે છે. પરિવારની નાની દિકરી થી લઈને પરિવારના મોભી સુધીની તમામ મહિલાઓનું તેમના પતિ દ્વારા પૂજન કરવામાં આવે છે.

ઘરની સાચી લક્ષ્મી પરિવારની સ્ત્રીઓ જ છે

પુત્ર તેની માતા, પત્ની, ભાભી, દીકરી કે પુત્રવધુ હોય તેની પૂજા કરે છે. કોટેચા પરિવારનું માનવું છે કે ઘરની સાચી લક્ષ્મી પરિવારની સ્ત્રીઓ જ છે અને તેનું સદાઈ સન્માન થવું જોઈએ અને તેને રાજી રાખવામાં આવે તો જીવનમાં આર્થિક ઉન્નતિ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે કારણ કે ઘરની ગૃહિણીઓ જ સાચી અને સાક્ષાત લક્ષ્મી છે તેથી જ પરિવારના તમામ પુરૂષો દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરવાને બદલે ઘરની સ્ત્રીઓની પૂજા કરીને દિવાળીની ઉજવણી કરે છે.

આ પણ વાંચો---અમદાવાદ: ન્યૂડ કોલથી ધમકી આપી રૂપિયા પડાવનારની ધરપકડ

Tags :
Advertisement

.