Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ સિવિલ હોસ્પિટલની કાબિલેદાદ કામગીરી

“સર્વે સન્તુ નિરામયા”ના મંત્ર સાથે આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત : "પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના" હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલની કાબિલેદાદ કામગીરી-ગત વર્ષે રૂ. ૭.૧૮ કરોડના ખર્ચે પાંચ હજારથી વધુ દર્દીઓને  અપાઈ નિઃશુલ્ક સારવાર ચાલી ન શકનાર દર્દીઓ પાસે જઈને આયુષ્માન કાર્ડ...
રાજકોટ સિવિલ હોસ્પિટલની કાબિલેદાદ કામગીરી

સર્વે સન્તુ નિરામયાના મંત્ર સાથે આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત :

Advertisement

"પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના" હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલની કાબિલેદાદ કામગીરી-ગત વર્ષે રૂ. ૭.૧૮ કરોડના ખર્ચે પાંચ હજારથી વધુ દર્દીઓને  અપાઈ નિઃશુલ્ક સારવાર

ચાલી ન શકનાર દર્દીઓ પાસે જઈને આયુષ્માન કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કાર્યરત

Advertisement

“સર્વે સન્તુ નિરામયા”ના મંત્ર સાથે આરોગ્ય ક્ષેત્રે અગ્રેસર ગુજરાત રાજયએ નોંધપાત્ર કામગીરી કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ જનજનની સુખાકારી માટે નિર્ણયાત્મક અને નક્કર કામગીરી થઈ રહી છે. અતિ ગંભીર બીમારીઓની ઉત્તમ અને તજજ્ઞ તબીબો પાસે સારવાર લેવાનું શક્ય બન્યું છે. જેના માટે મહત્વની ભુમિકાઓ ભજવી રહી છે સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ. જેમાંની એક યોજના એટલે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના”.

જરૂરીયાતમંદ અને ગરીબ પરીવારો માટે દેવદુત સમાન બનતી પી.એમ.જે.વાય યોજના હેઠળ દસ લાખ રૂપિયા સુધી નિ:શુલ્ક સારવાર આપવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા અને પાત્રતા ધરાવતા કોઈપણ વ્યક્તિ આ યોજનાથી વંચિત ન રહે તે માટે પી.એમ.જે.વાય યોજનાના નોડલ અધિકારીશ્રી ડો. મહેન્દ્ર ચાવડાના નેતૃત્વ હેઠળ નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

ડો. મહેન્દ્ર ચાવડાએ આ અંગે  જણાવ્યું હતું કે, દરેક નાગરીક પી.એમ.જે.વાય યોજના હેઠળ મલેરિયા, ટાઈફોઈડથી લઈને કેન્સર, હ્રદયરોગ જેવી ગંભીર બીમારીઓની નિ:શુલ્ક સારવાર મેળવે તે માટે અમે પૂર્ણ સજ્જતા સાથે કામ કરી રહ્યા છીએ. સવારના ૮ થી રાતના ૮ એમ બે શિફ્ટમાં નોડલ ઓફિસર તરીકે ડો. અલ્પાબેન જેઠવા અને ડૉ. હર્ષાબેન પટેલ, બે આરોગ્ય મિત્ર ડો. ઉપાસના વાઘેલા, ડો. અંજલી કરમટા અને ૧૨ ઓપરેટરો આયુષ્માન કાર્ડની કામગીરી કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ચાલી ન શકનાર દર્દીઓ માટે ૩ ઓપરેટરો દ્વારા લેપટોપની સુવિધા સાથે તેમને દાખલ કરાયેલ વોર્ડમાં જઈને પી.એમ.જે.વાય કાર્ડ કાઢી આપવામાં આવે છે. સંસ્થા ખાતે કાર્યરત કરાયેલા હેલ્પ ડેસ્ક ખાતે દર્દી અને દર્દીના સગા-વ્હાલાઓને પી.એમ.જે.વાય કાર્ડ કઢાવવા, દાખલ થવા અને ડિસ્ચાર્જ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.”

આશરે રોજ ૧૦૦ જેટલા પી.એમ.જે.વાય કાર્ડનું રજિસ્ટ્રેશન અને રિન્યુઅલની કામગીરી થાય છે. વર્ષ ૨૦૨૨-૨૩માં “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ રૂપિયા ૭.૧૮ કરોડના ખર્ચે પાંચ હજારથી વધુ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. જ્યારે એપ્રિલ ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં રૂ. ૫.૬૫ કરોડના ખર્ચે ૩ હજારથી વઘુ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવી હતી.

તબીબી અધિક્ષકશ્રી આર.એસ ત્રિવેદીએ કહ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓના ૪૦ લાખ નાગરીકોને આવરી લે છે. સિવિલ હોસ્પિટલના તમામ ૩૦ વિભાગોમાં પી.એમ.જે.વાય યોજના કાર્યરત છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં દરેક દર્દીને હું અનુરોધ કરું છું કે, આર્થિક રીતે ટેકારૂપ બનતી આયુષ્માન કાર્ડ જેવી યોજનાનો અચુક લાભ લે.

હાલ રાજકોટ જિલ્લામાં ૧૩ લાખ ૩૩ હજાર ૫૨૮ જેટલા આયુષ્માન કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. આ આંકડો દિવસે ને દિવસે વધી પણ રહ્યો છે. આપણા માટે ગર્વની વાત છે કે આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરીમાં ગુજરાત રાજ્ય અગ્ર હરોળમાં છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા નાગરીકોને આરોગ્ય સુખાકારી આપવા માટે પી.એમ.જે.વાય યોજના તળે કાબિલેદાદ કામગીરી કરવામાં આવી રહી છે.

Tags :
Advertisement

.