Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ, ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત

Amit Shah mega road show: : લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ 19મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે બપોરે 12:39 ઉમેદવારી પત્ર ભરવાના છે. આ સાથે તેમના મતવિસ્તારમાં આવતી વિધાનસભા બેઠક સાણંદ, કલોક, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુરમાં ભવ્ય વિજય...
amit shah  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મેગા રોડ શોનો પ્રારંભ  ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત
Advertisement

Amit Shah mega road show: : લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ 19મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે બપોરે 12:39 ઉમેદવારી પત્ર ભરવાના છે. આ સાથે તેમના મતવિસ્તારમાં આવતી વિધાનસભા બેઠક સાણંદ, કલોક, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુરમાં ભવ્ય વિજય શંખનાદ સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 6 સ્થળો પર રોડ શો યોજાવાનો છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસેના 1500 પોલીસ જવાનો ખડે પગે

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાની ઉમેદવાર અમિત શાહ (Amit Shah)નો આજે મેગા રોડ શોમાં ગુજરાત પોલીસ પણ પોતાની ફરજ બજાવી રહીં છે. નોંધનીય છે કે, ગુજરાત પોલીસ (Gujarat Police)એ મેગા રોડ શો ને લઈને લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. સાણંદ રોડ શોમાં ગુજરાત પોલીસ (Gujarat Police)ના 1500 પોલીસ જવાનોનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે સાણંદના રેન્જ આઈજી જે આર મોથલીયા, જિલ્લા એસએપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે ખેડા, આણંદ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત જિલ્લાની પોલીસ પણ બંદોબસ્તમાં ખડે પગે ફરજ બજાવી રહીં છે. એટલું જ નહીં પરંતુ બંદોબસ્તમાં ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સહિતની એજન્સીઓ પણ ફરજ પર લાગી ગઈ છે.

Advertisement

અમિત શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત

તમને જણાવી દઈએ કે, આજે સવારે સાણંદ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. સાણંદના રોડ શોની વાત કરવામાં આવે તો ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ APMC સર્કલથી શરૂ થશે અને સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ થઇ સાણંદ-નળ સરોવર ચોકડી પાસે આ રોડ શોનું સમાપન કરવામાં આવશે.ત્યાર બાદ તેમનો બીજો રોડ શો કલોકમાં યોજાશે. કલોકની વાત કરવામાં આવે તો જે.પી. ગેટ ખાતેથી અમિત શાહના રોડ શોની શરૂઆત કરશે. જે જે.પી. ગેટ , ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ભવાની નગર ચાલી ,ખુની બંગલા તળાવ રોડ થઇ ટાવર ચોક પાસે સમાપન કરવામાં આવશે.

Advertisement

જાણો વાદમાં રોડ શોની વિગતો

આ સાથે સાથે અમદાવાદાની વાત કરવામાં આવે તો બપોરે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી અમિત શાહના રોડ શોની શરૂઆત કરવામાં આવેશે. સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ , શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ થઇ ચાંદલોડિયા રોડ પાસે સમાપન કરવાલમાં આવશે. ત્યાર બાદ ઘાટલોડિયામાં સાંજે અમિત શાહના રોડ શો ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શન પાસેથી શરૂ થશે અને ત્યાથી ચાંદલોડિયા રોડ, ઉમિયા હોલ જંક્શન, અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક , વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક થઇ નિર્ણયનગર પાસે સમાપ્ત થશે.

આ પણ વાંચો: AMIT SHAH: આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાશે, જાણો તેમનો રોડ મેપ

આ પણ વાંચો: NAVSARI : આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ C R PATIL શક્તિપ્રદર્શન સાથે નોંધાવશે પોતાની ઉમેદવારી

આ પણ વાંચો: Surat UPSC: ભાડે રહેતી દીકરીએ જોયું હતું આઇએએસ બનવાનું સપનું, સુરતના ભાવી ઓફિસરને ઓળખો છો?

Tags :
Advertisement

.

×