Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે કરી, પતિએ જ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી, પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા

ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક ખૂબ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. કતારગામમાં એક યુવકે રૂપિયા પરત આપવાને બદલે પત્નીને જ લેણદારના હવાલે કરી દીધી હતી. પતિથી છૂટા થયા બાદ પત્નીએ પતિ અને વ્યાજખોર રમેશ...
ભારે કરી  પતિએ જ પત્નીને વ્યાજખોરોના હવાલે કરી  પોલીસ તપાસમાં થયા મોટા ખુલાસા

ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક ખૂબ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. કતારગામમાં એક યુવકે રૂપિયા પરત આપવાને બદલે પત્નીને જ લેણદારના હવાલે કરી દીધી હતી. પતિથી છૂટા થયા બાદ પત્નીએ પતિ અને વ્યાજખોર રમેશ શિંગાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે વ્યાજખોરે પરિણીતા પર બે વખત દુષ્કર્મ આચરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

Advertisement

પીડિતાએ જણાવ્યું હતું કે વ્યાજખોર પરિણીતા પર ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો હતો. પોલીસે નરાધમ પતિ અને વ્યાજખોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પીડિતા એ આ મામલે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તેના પતિ અને વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું છે કે, માત્ર 40 હજાર લેણદારોને પરત કરવાના હતા. આ કેસમાં 2 આરોપી વોન્ટેડ, એકની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, આ પહેલા જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક ખેડૂત યુવાને વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયા પછી ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ખેડૂત યુવાનની ફરિયાદ ના આધારે મુંગણી ગામના જ એક મહિલા સહિતના ત્રણ વ્યાજખોરો સામે ગેરકાયદે નાણાં ધીરધાર કરવા અંગે તેમ જ રાક્ષસી વ્યાજ વસૂલી લીધા પછી મકાન ખાલી કરવા માટે ધમકી આપવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.

આ પણ વાંચો : OMG, ઊંધમાં જ હાર્ટએટેક આવતા સુરતમાં 25 વર્ષના યુવાનનું મોત

Advertisement

Tags :
Advertisement

.