Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરધારના રાજમહેલમાંથી પૌરાણિક વસ્તુઓ ચોરનારો રિઢો ચોર અંતે ઝડપાયો

(અહેવાલ - રહિમ લાખાણી, રાજકોટ) રાજકોટ ના સરધાર ના રાજમહેલ માંથી રાજાશાહી વખત ની 60 હાજરથી વધુ ની કિંમત ની પૌરાણિક ચીજ વસ્તુઓ ની ચોરી થઈ હતી જેની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં રાજકોટ આજીડેમ પોલીસ સાથે રાજકોટ...
સરધારના રાજમહેલમાંથી પૌરાણિક વસ્તુઓ ચોરનારો રિઢો ચોર અંતે ઝડપાયો

(અહેવાલ - રહિમ લાખાણી, રાજકોટ)

Advertisement

રાજકોટ ના સરધાર ના રાજમહેલ માંથી રાજાશાહી વખત ની 60 હાજરથી વધુ ની કિંમત ની પૌરાણિક ચીજ વસ્તુઓ ની ચોરી થઈ હતી જેની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં રાજકોટ આજીડેમ પોલીસ સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને SOG ટિમ પણ તપાસમાં જોડાઈ હતી જોકે આરોપી ને ઝડપી પાડવા રાજકોટ SOG ને સફળતા મળી છે.

સરધારના રાજમહેલમાંથી શાહીવસ્તુઓ ચોરાયા અંગેનો કેસની તપાસમાં પોલીસને રિઢો ગુનેગાર હોવાની આશંકાને પગલે પોલીસે આ વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલા શખ્સો પર સતત વોચ રાખવાનું શરૂ કરી ખાનગી બાતમીદારો પણ કામે લગાવ્યા. જેમા સરધાર ના ભુપતગઢ રોડ પર રહેતો રવિ સોલંકી દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા પોલીસે તેની પુછપરછ શરૂ કરી પણ તેણે ચોરી નહી કરી હોવાનું રટણ કરતો રહ્યો.

Advertisement

બાદમાં પોલીસની આગલી ઢબે પુછપરછમાં તેણે ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે રવિ સોલંકી પાસેથી મુદામાલ કબ્જે કરી આરોપી અને મુદામાલ તમામ આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો હતો તથા આરોપી રાજમહેલ સિવય અન્ય કોઈ ચોરી કરી છે કેમ તે દિશામાં આજીડેમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

ચોરી માં ગયેલા મુદામાલ પણ પોલીસે કર્યો કબ્જે

  • પિતળની ધાતુ જેવી ધાતુના નાના સિંહ નંગ- 2
  • સિલ્વર કલરની ધાતુનો દિવો નંગ- 1
  • ઉમા ઘાટવાળી પિતળની ધાતુની નાની મોટી ડબ્બી નંગ-3
  • સિલ્વર કલરની ધાતુની ગરમ પાણીની જાળી નંગ- 1
  • પિતળની ધાતુનો પાણીનો ઘડો નંગ-1
  • પિતળની ધાતુનુ હાથ ધોવાનુ વાસણ નંગ-1
  • મોબાઇલ ફોન
  • પ્લાસ્ટીકના બાજકા નંગ-2

આ પણ વાંચો : આજે વિશ્વ પુસ્તક દિવસ , જૂનાગઢમાં આવેલી આ કોલેજ ધરાવે છે હેરિટેઝ લાયબ્રેરી

Tags :
Advertisement

.