Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal: ગોંડલ પંથકના વાતાવરણમાં જોવા મળ્યો પલટો, દેરડી ગામે ભારે પવન સાથે વરસાદ

Gondal: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોંડલ (Gondal) શહેર તેમજ પંથકમાં બપોરબાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ પંથકમાં દેરડી કુંભાજી, વાસાવડ,...
gondal  ગોંડલ પંથકના વાતાવરણમાં જોવા મળ્યો પલટો  દેરડી ગામે ભારે પવન સાથે વરસાદ

Gondal: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગોંડલ (Gondal) શહેર તેમજ પંથકમાં બપોરબાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ પંથકમાં દેરડી કુંભાજી, વાસાવડ, પાટખીલોરી, રાણસીકી, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

Advertisement

દેરડી કુંભાજીમાં ભારે કમોસમી વરસાદ

ગોંડલ પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. કમોસમી વરસાદની અગાહીને પગલે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે ગાજવીજ તેમજ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ગોંડલ પંથકમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.

Advertisement

ગોંડલ શહેર દુકાનના બોર્ડ અને પતરાઓ ઉડ્યા

ગોંડલ (Gondal) શહેર તેમજ પંથકમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ કમોસમી વરસાદની અગાહીને પગલે બપોરબાદ શહેર તેમજ પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. ત્યારે ભારે પવન ફૂંકાતા લોકોની દુકાન ના બોર્ડ અને પતરાઓ ઉડ્યા હતા. દેરડી કુંભાજીમાં જાણે મીની વાવાઝોડું ફૂંકાયું હોય ગામમાં આવેલ દુકાનો અને બજારો બંધ થઈ જવા પામી હતી.

ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાય

ગોંડલ પંથકમાં બપોરબાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભારે પવન ફૂંકાતા દેરડી કુંભાજી સુલતાનપુર કુંકાવાવ સહિતના અનેક રાજમાર્ગો પર વૃક્ષ ધરાશાય થવા પામ્યા હતા. રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમજ દેરડી સહિત અનેક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. નોંધનીય છે કે, આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. અનેક વિસ્તારોમાં તો ગાજવીજ વરસાદ સાથે કરા પણ પડ્યા છે.

Advertisement

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Chhota udaipur: કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ, ધરતીપુત્રો થયા ચિંતાતુર

આ પણ વાંચો: Sabarkantha: સાબરકાંઠામાં સર્વત્ર વૈશાખી માવઠું; હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં પડ્યા કરા

આ પણ વાંચો: Unseasonal rains: અડધા ગુજરાતમાં વરસાદી તોફાન, પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર

Tags :
Advertisement

.