Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વની સૌથી મોટી ઓફીસનો રેકોર્ડ હવે થશે ભારતના નામે, જાણો ક્યાં અને કેવી હશે બિલ્ડીંગ

વિશ્વની સૌથી મોટી ઓફિસ-બિલ્ડિંગનો રેકોર્ડ ટૂંક સમયમાં ભારતના નામે થશે. ગુજરાતના ડાયમંડ સિટી સુરત (Diamond city) માં આ ઈમારતનું કામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ વર્ષે નવેમ્બરમાં આ ઈમારતનું સત્તાવાર ઉદ્ઘાટન પણ કરશે. તમને જણાવી દઈએ...
વિશ્વની સૌથી મોટી ઓફીસનો રેકોર્ડ હવે થશે ભારતના નામે  જાણો ક્યાં અને કેવી હશે બિલ્ડીંગ

વિશ્વની સૌથી મોટી ઓફિસ-બિલ્ડિંગનો રેકોર્ડ ટૂંક સમયમાં ભારતના નામે થશે. ગુજરાતના ડાયમંડ સિટી સુરત (Diamond city) માં આ ઈમારતનું કામ પૂર્ણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આ વર્ષે નવેમ્બરમાં આ ઈમારતનું સત્તાવાર ઉદ્ઘાટન પણ કરશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 80 વર્ષથી વિશ્વની સૌથી મોટી ઈમારતનો રેકોર્ડ અમેરિકી રક્ષા મંત્રાલયની ઓફિસ પેન્ટાગોન (Pentagon) પાસે હતો, પરંતુ હવે સુરતમાં બનાવવામાં આવેલી આ બિલ્ડીંગ પાસે આવશે.

Advertisement

મળતી જાણકારી અનુસાર, સુરતમાં પૂર્ણ થયેલી બિલ્ડિંગમાં હીરા વેપાર કેન્દ્ર હશે. સુરત ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) 65 હજારથી વધુ ડાયમંડ પ્રોફેશનલ્સ માટેનું વન સ્ટોપ ડેસ્ટિનેશન હશે. જેમાં ડાયમંડ કટર, પોલિશર્સ અને ટ્રેડર્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, સુરતને વિશ્વના ડાયમંડ કેપિટલ (Diamond Capital) તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વના 90 ટકા હીરાને અહીં આખરી ઓપ અપાય છે.

Advertisement

35 એકરમાં બની છે વિશાળ ઈમારત

Advertisement

સુરતમાં બનેલી 15 માળની ઈમારત 35 એકર જેટલી વિશાળ જમીનમાં પથરાયેલી છે. તેમાં નવ લંબચોરસ માળખાં પણ છે, જે કેન્દ્રિય કરોડરજ્જુ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. સુરત ડાયમંડ બોર્ડની વેબસાઈટ મુજબ, આ ઈમારતમાં મનોરંજન ક્ષેત્ર અને પાર્કિંગ વિસ્તાર પણ છે, જે 20 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સિવાય તેનો ફ્લોર એરિયા 7.1 મિલિયન સ્ક્વેર ફીટથી વધુ છે. આ ઈમારતને બનાવવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે.

SDB ડાયમંડ બુર્સ શું છે

SDB ડાયમંડ બુર્સએ એક બિન-લાભકારી સંસ્થા છે, જે કંપની એક્ટ, 2013 ની કલમ 8 હેઠળ નોંધાયેલી અને સુરત, ગુજરાત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના અને પ્રચાર માટે રચાયેલી કંપની છે. મીડિયા સાથે વાત કરતા પ્રોજેક્ટના સીઈઓ મહેશ ગઢવીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ડિઝાઇન સ્પર્ધા બાદ ભારતીય આર્કિટેક્ચર ફર્મ મોર્ફોજેનેસિસ દ્વારા આ ઇમારતની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, બિલ્ડીંગ બન્યા પહેલા જ ઘણા બિઝનેસમેનોએ મિલકત વસાવી છે.

આ પણ વાંચો : દાહોદમાં 24 યુવતીઓએ દુષ્કર્મ કરનારને જ મુક્ત કરાવવા માટે સોગંધનામા રજૂ કર્યા, જાણો કારણ

Tags :
Advertisement

.