સુરતમાં મેટ્રો ટ્રેનના બે કોરિડોરનું કામ પૂરજોશમાં
અહેવાલ---આનંદ પટણી, સુરત આગામી વર્ષ 2024માં સુરત શહેરને મેટ્ર્રો ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. હા સુરત શહેરમાં ચાલી રહેલું કામ હાલ પ્રગતિ પર છે. સુરત શહેરમાં મેટ્રો ટ્રેનના બે કોરિડોર બની રહ્યા છે. બે કોરીડોરમાંથી એક કોરિડોર ડિસેમ્બર 2024...
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત
આગામી વર્ષ 2024માં સુરત શહેરને મેટ્ર્રો ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. હા સુરત શહેરમાં ચાલી રહેલું કામ હાલ પ્રગતિ પર છે. સુરત શહેરમાં મેટ્રો ટ્રેનના બે કોરિડોર બની રહ્યા છે. બે કોરીડોરમાંથી એક કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં જનતા માટે ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા છે.
1.50 કિમીની ટનલ બનીને તૈયાર
સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા માટે શહેરમાં બે કોરિડોરનું કામ પ્રગતિ હેઠળ ચાલી રહ્યું છે.જેમાં પ્રથમ ફેઝમાં સરથાણા થી ડ્રીમ સિટી અને સરોલી થી ભેંસાણ કોરિડોરની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. સરથાણા થી ડ્રીમ સિટી વચ્ચે 21.61 કિમીનો રૂટ રહેશે.
જેમાં 6.47 કિમીનો મેટ્રો કોરિડોર અંડર ગ્રાઉન્ડ રહેશે. જેમાં કાપોદ્રા થી ચોક બજાર સુધી અંડર ગ્રાઉન્ડમાં 6 સ્ટેશન બનશે.જેમાં દોઢ કિલોમીટરના મેટ્રો રૂટનો કોરિડોર તૈયાર થઈ ચૂક્યો છે. અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનની જો વાત કરી એ તો આ અંતર્ગત કાપોદ્રાથી ચોકબજાર સુધીનું કામ હાલ ચાલી રહ્યું છે. કાપોદ્રાથી ચોકબજાર તરફ આવતા રૂટ પર આશરે 1.50 કિમીની ટનલ બનીને તૈયાર થઈ ગઈ છે. 6.47 કિમીની ટનલનું કામ હાલ બે તબક્કામાં ચાલી રહ્યું છે. એક તબક્કો કાપોદ્રાથી રેલવે સ્ટેશન જ્યારે બીજો તબક્કો રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધીનો છે.

માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવાની તૈયારી
સરથાણા થી ડ્રીમ સિટી વચ્ચે કોરિડોર ને ડાયમંડ કોરિડોર તરીકે ઓળખવામાં આવશે.જ્યારે બીજો કોરિડોર ભેસાણ થી સારોલી વચ્ચે રહેશે.આ કોરિડોર 16 કિલોમીટરનો રહેશે.જે સરોલી થી ભેસાણ કોરિડોર ટેક્સટાઈલ કોરિડોરના નામે ઓળખાશે. માર્ચ 2025 સુધીમાં બંને કોરિડોર શરૂ કરવાની તૈયારી મેટ્રોના અધિકારીઓ દ્વારા દર્શાવવામાં આવી છે.સરથાણાથી ડ્રીમ સિટી નો કોરિડોર ડિસેમ્બર 2024 સુધીમાં શરૂ કરવાની ડેડલાઈન આપવામાં આવી છે.જ્યાં સુરતમાં મેટ્રો ટ્રેન દોડાવવા તંત્ર દ્વારા કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. સરથાણાથી ડ્રીમ સિટી વચ્ચેના કોરિડોરમાં 21.61માંથી માત્ર 6.47 કિમી અન્ડર ગ્રાઉન્ડ જ્યારે બાકીનો કોરિડોર એલિવેટેડ કોરી ડોર હશે. આ કોરિડોરમાં સરથાણાથી ડ્રીમ સિટી સુધી 20 મેટ્રો સ્ટેશન આવશે. ભેંસાણથી સારોલી કોરિડોરમાં 18 મેટ્રો સ્ટેશનો આવશે જે કોરિડોર સંપૂર્ણ રીતે એલિવેટેડ હશે. મેટ્રો સ્ટેશનનું જંકશન સ્ટેશન મજૂરા ગેટ બનશે જ્યાંથી બંને તરફની મેટ્રો બદલી કોઈપણ રૂટ ઉપર જઈ શકાશે.

માસ ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે
સુરત શહેરને મેટ્રો ટ્રેનની ભેટ મળવા માટે જઈ રહી છે ત્યારે સુરત શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે. હાલ બીઆરટીએસ, સીટી બસની સુવિધા સાથે આગામી દિવસોમાં મેટ્રોની સુવિધાથી શહેરીજનોને મોટા પ્રમાણમાં સુવિધા મળશે.
આ પણ વાંચો----ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ ગોધરા નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ
Advertisement