Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી આજથી શરૂ કરાઈ

અહેવાલ---શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના મોટા 358...
ambaji   દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી આજથી શરૂ કરાઈ
અહેવાલ---શક્તિસિંહ રાજપૂત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા છે,એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગામી થોડાજ દિવસોમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે શરૂ થઇ રહ્યો છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી મંગળવારથી શરૂ કરવામાં આવી છે. અંબાજી મહામેળા ખાતે આવતા માઈ ભક્તોને પ્રસાદની કોઈજ તકલીફ ન પડે તેવી ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે.
અંબાજી મંદિરની આગવી ઓળખ મોહનથાળનો પ્રસાદ
અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે. અંબાજી મંદિરની આગવી ઓળખ મોહનથાળનો પ્રસાદ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી ભાદરવી મેળા માટે દાંતા રોડ પર અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વોટર પ્રૂફ ડોમ મા રાખવામાં આવેલ છે, આ સિવાય અંબાજી મંદિરની હવનશાળા અને પ્રસાદ કેન્દ્ર ખાતે પણ મોહનથાળ પ્રસાદનો સ્ટોક રખાશે.
23 થી 29 સપ્ટેમ્બર ભાદરવી મહાકુંભ
બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી એચ.કે.ગઢવીએ જણાવ્યું હતું કે ભાદરવી મહામેળામાં આવતા માઈ ભક્તોને પ્રસાદ પુરતા પ્રમાણમાં મળી રહે અને અગવડતા ન પડે તે માટે આજથી પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે પ્રસાદ સમિતી દ્વારા અહીં મેળા સુઘી રોજે રોજ પ્રસાદ બનાવવામા આવશે. પૂરતો સ્ટાફ, પૂરતુ સીધુ સામાન, પ્રસાદની ગુણવતા જળવાઈ રહે તે માટે આરોગ્યની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ હાજર રહેશે. અંબાજી મંદિરમાં રેગ્યુલર પ્રસાદ કેન્દ્ર ચાલુ છે, તે તો ચાલુ જ રહેશે પણ તે સિવાય મંદિરમાં યજ્ઞશાળાની બાજુમાં 2 પ્રસાદ કેન્દ્ર, ગણપતિ મંદિર પાસે પ્રસાદ કેન્દ્ર, સાત નંબર ગેટ પાસે પ્રસાદ કેન્દ્ર, શક્તિ દ્વાર પાસે પ્રસાદ કેન્દ્ર સહીત વિવિધ જગ્યા ઉપર માઈ ભક્તોને મોહનથાળ નો પ્રસાદ આસાનીથી મળી રહે તેવા પ્રયાસ ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યા છે.
1250 ધાણ માટે આટલા સીધા સામાનની જરૂરીયાત
બેસન , ખાંડ, ઘી, દુધ અને ઈલાયચી સહીત સામગ્રીનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમા કુલ જથ્થો 1250 ધાણ માટે 1,25,000 કિલો બેસન ,93750 કિલો ઘી (6250 ડબ્બા),1,87,500 કિલો ખાંડ,21875 લીટર દૂધ અને 250 કિલો ઈલાયચી મળી કુલ 4,28,375 કિલો સીધા સામાન ની જરૂરિયાત મુજબ મોહનથાળ બનાવવામા આવશે. જેમા પીપી બોક્ષ અંદાજે 50 લાખ ની જરૂરીયાત રહેશે.
Advertisement
Tags :
Advertisement

.