Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે બફારાથી અમદાવાદીઓને મળી રાહત, શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદીઓ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે સવારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમા સોલા, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, શીલજ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી...
ભારે બફારાથી અમદાવાદીઓને મળી રાહત  શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદીઓ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે આજે સવારે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમા સોલા, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વાડજ, શીલજ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી કરી છે.

Advertisement

સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો

Advertisement

રાજ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વળી અમદાવાદમાં પણ કઇંક આવો જ માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના એસજી હાઇવે વિસ્તાર, બોડકદેવ, સરખેજ, વેજલપુર, પ્રહ્લલાદ નગર, બોપલ, થલતેજ, ચાંદખેડામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ પૂર્વ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે બફારા બાદ અમદાવાદમાં વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં લોકો વરસાદની મજા માણવા બહાર નીકળ્યા હતા. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ આજે રાજ્યમાં ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે. આગમી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે.

Advertisement

રાજ્યમાં આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે હવમાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વળી જો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી આગામી 5 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેના પગલે ભેજનું પ્રમામ ઓછું થશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે. ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં 24 કલાક બાદ ચોમાસાનું જોર વધી શકે છે. આ દરમિયાન આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો – ક્યા સવાલનો જવાબ આપવાનો અંબાલાલ પટેલે ઇન્કાર કરી દીધો..? વાંચો વિગતવાર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.